કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે લોકડાઉનના ખાલી સમયમાં લોકો ઓનલાઈન ગેમિંગ તરફ વધુ વળ્યાં હોય તેવો અહેવાલ સામે આવ્યો છે. ઓનલાઇન ગેમિંગનું વાર્ષિક ટર્નઓવર રૂા. ૬૫૦૦ કરોડના આંકને પાર કરી ગયું છે.

ઓનલાઇન ગેમનું ટર્નઓવર વધીને 6500 કરોડને પાર
ગેમમાં પણ ઓનલાઇનની સુવિધા બની લાભદાયી
ભારતમાં ઓનલાઈન ગેમિંગમાં લોકોનો રસ સતત વધી રહ્યો છે. માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં ઓનલાઇન ગેમિંગનું વાર્ષિક ટર્નઓવર રૂા. 6500 કરોડના આંકને પાર કરી ગયું છે. 2022 સુધીમાં ઓનલાઈન ગેમિંગનું ટર્નઓવર વધીને રૂા . 18,700 કરોડને આંબી જાય તેવી ધારણા છે. પૈસાની લેવડદેવડ કરવા માટેના ઓનલાઈન પ્લેટફોર્મને કારણે લેવડદેવડ આસાન બની ગઈ છે. 2022 સુધીમાં ઓનલાઇન ગેમિંગ થકી મળનારી રોજગારીની સંખ્યા વધીને ૪૦ લાખની થઈ જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જોકે ઓનલાઈન ગેમિંગમાં પૈસાની થતી લેવડદેવડ સાથે રમવામાં આવી રહેલી રમતોને લગતી કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ નથી. આ પ્રકારની ગેમ પર ઘણાં પ્રકારના પ્રતિબંધ પણ આવી રહ્યા છે.
ઓનલાઇન ગેમિંગનું વાર્ષિક ટર્નઓવર રૂા. 6500 કરોડ
2022 ઓનલાઈન ગેમિંગનું ટર્નઓવર 18,700 કરોડ થઈ શકે
પૈસાની લેવડદેવડમાં ઓનલાઈન પ્લેટફોર્મ આસાન
ઓનલાઈન ગેમિંગમાં રોજગારી સંખ્યા 40 લાખ થઈ
કોરોનાની મહામારીને કારણે વિશ્વ સમક્ષ અનેક પ્રકારના પડકારો ઊભા થયા. તેમ છતા ઓનલાઇન ગેમિંગમાં ભારતમાં ૧૮ ટકાના દરે વધારો થતો જોવા મળ્યો છે. તેના થકી થતા ટર્નઓવરનો આંકડો રૂા. 7700 કરોડને આંબી ગયો છે. લૉકડાઉનને કારણે ઘરમાં નવરા બેસી રહેવું પડયું હોવાથી સંખ્યાબંધ લોકો ઓનલાઈન ગેમિંગ તરફ વળી ગયા હોવાનું માનવામાં આવે છે. તેને પરિણામે ઓનલાઈન ગેમિંગમાં ભાગ લેનારાઓની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. સ્માર્ટ ફોનને કારણે આ શક્ય બન્યું હોવાનું ઓનલાઈન ગેમિંગનો સરવે કરનારાઓનું કહેવું છે.

ઓનલાઈન ગેમિંગમાં ભારતમાં 18 ટકાનો વધારો
ટર્નઓવરનો આંકડો રૂા. 7700 કરોડને આંબી ગયો
ગેમિંગ સેક્ટરની એક કંપનીનું ટર્નઓવર જોત જોતાંમાં એક અબજ રૂપિયાને પાર કરી ગયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ગેમિંગ સેક્ટર પર પ્રતિબંધની જરૂર નથી, તેના ચુસ્ત નિયમનની જરૂર છે. તેમાં વધારો થવાથી અર્થતંત્રને પણ લાભ મળી રહ્યો છે. તેનાથી મહેસૂલી આવકમાં વધારો થઈ રહ્યો છે. રોજગારીની નવી તક નિર્માણ થઈ રહી છે. આ સાથે જ બહુ જ ઝડપથી આગળ વધી રહેલા ઈ-સ્પોર્ટ્સના ક્ષેત્રમાં ભારતની પ્રતિભાવાન વ્યક્તિઓ માટે આગળ વધવાનો સારો અવકાશ ઊભો થઈ રહ્યો છે.
