Not Set/ એડવાન્સટેક્સની આવકમાં 146 ટકાનો વધારો, આવક વધીને થઇ આટલા કરોડ

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પંદરમી જૂન સુધીમાં આવકવેરાની આવક વધીને રૂા. ૧.૮૫ લાખ કરોડ થઈ ગઈ છે. ગયા વર્ષે પંદરમી જૂન સુધીમાં આવકવેરાની આવક રૂા. ૯૨, ૭૬૨ કરોડની થઈ હતી. તેની તુલનાએ આ વર્ષ ૧૦૦ ટકા આવક વધી ગઈ છે.

Top Stories Business

ઇન્કમટેક્સની આવકમાં પહેલા ત્રણ માસ પૂરા થાય તે પૂર્વે જ 100 ટકાનો વધારો નોંધાયો. તેમજ એડવાન્સટેક્સની આવકમાં 146 ટકાનો વધારો થયો છે.

આવકવેરાની આવક વધીને રૂા. ૧.૮૫ લાખ કરોડ થઈ
નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પંદરમી જૂન સુધીમાં આવકવેરાની આવક વધીને રૂા. ૧.૮૫ લાખ કરોડ થઈ ગઈ છે. ગયા વર્ષે પંદરમી જૂન સુધીમાં આવકવેરાની આવક રૂા. ૯૨, ૭૬૨ કરોડની થઈ હતી. તેની તુલનાએ આ વર્ષ ૧૦૦ ટકા આવક વધી ગઈ છે. આવકવેરાની આ આવકમાં કોર્પોરેટ ટેક્સની રૂ. ૭૪,૩૫૬ કરોડની અને પર્સનલ ઇન્કમ ટેક્સની તથા સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની રૂા. ૧,૧૧ લાખ કરોડની આવકનો સમાવેશ થાય છે. આવકમાં આ વર્ષ ૧૦૦.૪ ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં રૂા. ૩૦,૭૩૧ કરોડનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે. આ રિફંડની રકમ સાથે ગણતરી કરવામાં આવે તો જૂનની ૧૫મી સુધીમાં વેરાની ચોખ્ખી આવક રૂા. ૨.૧૬ લાખ કરોડની થઈ છે.

ગતવર્ષે 15મી જૂન સુધીમાં આવક 92.792 કરોડ હતી
ગત વર્ષની તુલનામાં આવ વર્ષે 100 ટકા આવક વધી
કોર્પોરેટ ટેક્સની આવક ૭૪,૩૫૬ કરોડ
પર્સનલ ઇન્કમ ટેક્સની તથા સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન 1.11 લાખ કરોડ
30,731 કરોડનું રિફંડ આપ્યું
જૂન 15મી સુઘીમાં વેરાની ચોખ્ખી આવક 2.16 કરોડ

બીજીતરફ એડવાન્સ ટેક્સ પેટે ૨૮,૭૮૦ કરોડની આવક થઈ છે. આ વર્ષે પેન્ડામિક ૧૯નો બીજો વેવ હોવા છતાંય આવકમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. કોરોનાને કારણે આ મહિનાઓમાં આવક થવી બહુ જ કઠિન હોવા છતાંય એડવાન્સ ટેક્સ કલેક્શન ૨૦૨૧-૨૨ના વર્ષમાં ૨૮,૭૮૦ કરોડનું રહ્યું છે. આમ એડવાન્સ ટેક્સની આવકમાં ૧૪૬ ટકાનો વધારો થયો છે.