Election/ જામનગરના રાજકારણમાં નવો વળાંક, પૂર્વ મેયર કરશન કરમુર હવે લડશે ‘આપ’ પાર્ટીમાંથી

જામનગરના રાજકારણમાં નવો વળાંક, પૂર્વ મેયર કરશન કરમુર હવે લડશે ‘આપ’ પાર્ટીમાંથી

Top Stories Gujarat Others

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરત થતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યોછે. ગત રોજ ભાજપ દ્વારા તમામ મહાનગર પાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. યાદી જાહેર કર્યા બાદ ભાજપમાં મોટા પાયે ભડકો જોવા મળ્યો છે.

પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો ભોગ બનતા કરશન કરમુર દ્વારા નારાજ થઈ રાજીનામુ આપ્યું છે. કરશન કરમુર દ્વારા આ મામલે નારાજગી સાથે જામનગર જીલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અને કેબીનેટ મંત્રી ફળદુ, રાજ્ય મંત્રી હકુભાની હાજરીમાં દલીલો કરી શહેર પ્રમુખને રાજીનામું સુપ્રત કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.

નિર્ણયની કાતરથી કપાયેલા અન્ય સિનિયર નેતાઓ પણ જો કરશન કરમુરનાં પગલા પકડી મેદાને આવે તો ભાજપ માટે કપરા ચઢાણ સમો ક્યાસ થાય તેવી ભીંતી પણ જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગર ભાજપની ઉમેદવારોની યાદીને કારણે અન્ય 9 સિનિયરોના પણ પત્તા કપાયા છે અને તેઓ પણ ક્યાંકને ક્યાંક નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ભાજપે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર ટીકીટ ની વહેચણી કરી હતી. જેમાં ત્રણ ટર્મ થી વધુ વખત વિજેતા બનેલા, ૬૦ વર્ષ થી  ઉપરના અને પૂર્વ મેયરને ટીકીટ નહિ આપવાનો નિર્ણય અનુસાર ટીકીટની વહેચણી કરવામાં આવી હતી. અને નવયુવા ચહેરાને મોટા પ્રમાણમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જેને લઈને ભાજપના જુના જોગીઓમાં અસંતોષ સળવળી ઉઠ્યો છે. અને વર્ષોથી સત્તાનો સ્વાદ ચાખીને બેઠેલા ભાજપના આ નેતાઓ હવે ભાજપથી નારાજ થઇ અન્ય પાર્ટી તરફ વળી રહ્યા છે. ત્યારે જામનગર ભાજપના પૂર્વ ડે. મેયર કરશન કરમુર પણ ભાજપે ટીકીટ નહિ આપ[તા નારાજ દેખાઈ રહ્યા છે. અને તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. કરશન કરમુરે રાજીનામું આપ્યા બાદ રાજકારણ ગરમાયું હતું.

ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કરશન કરમુરે ‘આપ’માંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પહેલા તેઓ NCPના નેતા સંપર્કમાં આવ્યા હતા. અને પછી AAPના સંપર્કમાં આવ્યા હતા.  વોર્ડ નં 5ના છેલ્લી 5 ટર્મથી કરશન કરમુર ચૂંટાઇ રહ્યા હતા. અને કરશન કરમુર ભાજપના તત્કાલિન ડેપ્યુટી મેયર હતા. હવે તેમને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

કરશન કરમુર ના આપમાં જોડવાથી જામનગરના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે. ભાજપના મોટા માથા સહતિ કાર્યકરો પણ આપમાં જોડાઇ શકે છે. સાથે અન્ય અસંતુષ્ટ ઉમેદાવારો પણ આપમાં જોડાઇ શકે છે.

ભાજપ કોંગ્રેસ બાદ જામનગરના મતદાતાને ‘આપ’નો ત્રીજો વિકલ્પ ખુલ્લો મળશે. ભાજપના જુના જોગીઓ હવે આપનો ખેસ પહેરવાની તૈયારીમાં લાગી ગયા છે.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી, આટલી રકમથી વધુ ખર્ચ નહિ કરી શકે

જૂનાગઢ / નારાજ નીતિન ફળદુએ ભાજપનો સાથ છોડ્યા બાદ આજે પકડ્યો કોંગ્રેસનો હાથ

Political / હવે ભાજપની  ગુજરાતમાંથી વિદાય નિશ્ચિત છે : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…