Russia News/ 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને બાળકને જન્મ આપવા માટે ₹81,000 મળશે; રશિયાએ વિદ્યાર્થીનીઓને ઓફર કરી

2024માં રશિયાનો જન્મ દર છેલ્લા 25 વર્ષમાં સૌથી ઓછો હશે

Top Stories World

Russia News : રશિયામાંથી એક ચોંકાવનારો અહેવાલ સામે આવી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો રશિયાએ પોતાના દેશની મહિલાઓને એક વિચિત્ર ઓફર આપી છે. આ ઑફર ખાસ કરીને 25 વર્ષથી ઓછી ઉંમરની વિદ્યાર્થીનીઓ માટે છે, જે મુજબ જો તેઓ બાળકને જન્મ આપે છે તો તેમને 100,000 રુબેલ્સ એટલે કે 81,000 રૂપિયા આપવામાં આવશે.ધ મોસ્કો ટાઈમ્સના અહેવાલ મુજબ, જો 25 વર્ષથી ઓછી વયની મહિલા વિદ્યાર્થી તંદુરસ્ત બાળકને જન્મ આપે છે, તો તેને 1 લાખ રુબેલ્સ એટલે કે 81,000 રૂપિયાનું ઈનામ મળશે.

રશિયાએ આ નિર્ણય દેશના ઘટી રહેલા જન્મ દરને વધારવા માટે લીધો છે. રશિયન સરકારની આ નવી યોજના દેશમાં 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી છે.તમામ મહિલાઓને આ રશિયન સ્કીમનો લાભ મળશે નહીં. રશિયાએ આ માટે કેટલીક લાયકાત નક્કી કરી છે. ઉદાહરણ તરીકે, બાળકને જન્મ આપનારી માતાની ઉંમર 25 વર્ષથી ઓછી હોવી જોઈએ. તે કારેલિયાની રહેવાસી હોવી જોઈએ અને ત્યાંની સ્થાનિક કૉલેજ અથવા યુનિવર્સિટીની વિદ્યાર્થીની હોવી જોઈએ.રશિયાના આ નવા કાયદાને લઈને ઘણા પ્રશ્નો છે, જેના જવાબો હજુ સુધી મળ્યા નથી.

શું આ કાયદો પહેલેથી જ જન્મેલા બાળકોને પણ લાગુ પડશે? જો જન્મ પછી નવજાતનું મૃત્યુ થાય છે, તો શું માતાને આ યોજના હેઠળ વળતર મળશે? બાળકોની સંભાળ અને ઉછેરનો ખર્ચ કોણ ઉઠાવશે? રશિયન સરકારે હજુ સુધી આ પ્રશ્નોના જવાબ આપ્યા નથી.તમને જણાવી દઈએ કે કારેલિયા સિવાય રશિયામાં પણ 11 જગ્યાએ આવી સ્કીમ ચલાવવામાં આવી છે. જો અહેવાલોનું માનીએ તો રશિયામાં જન્મ દર ઝડપથી ઘટી રહ્યો છે.

2024માં રશિયાનો જન્મ દર છેલ્લા 25 વર્ષમાં સૌથી ઓછો હશે. 2024માં રશિયામાં માત્ર 599,600 બાળકોનો જન્મ થયો હતો, જ્યારે 2023માં આ આંકડો 16,000 વધુ હતો. આવી સ્થિતિમાં, દેશનો ઘટતો જન્મ દર અને વૃદ્ધ વસ્તી રશિયા માટે ચિંતાનું કારણ બની ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકાના વિઝા માટે નવા વર્ષથી ઈન્ટરવ્યૂ પોલિસી બદલાશે, વધુ રાહ જોવાનો અંત આવશે

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીયો માટે નોકરીની તકો વધી, હવે ગ્રીન કાર્ડ અને H-1B વિઝા મેળવવું સરળ બનશે!

આ પણ વાંચો:ગુજરાતીઓને તત્કાળ મળશે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા