ગોરખપુર,
અવધ એક્સપ્રેસમાં સફર કરી રહેલા યાત્રીની એક ટ્વીટના કારણે ટ્રેનમાં યાત્રા કરી રહેલી 26 નાબાલિક છોકરીઓને બચાવી લેવામાં આવી છે. પોલીસને આ મામલામાં માનવ તસ્કરીની આશંકા છે. રીપોર્ટસ મુજબ પોલીસે છોકરીઓને લઇ જતા બે સંદિગ્ધોની પણ ધરપકડ કરી લીધી છે. હાલમાં આ મામલાની તપાસ ચાલુ છે. જયારે, યાત્રીના બહાદુરીભર્યા પગલાની સોશિયલ મિડિયા પણ ખુબ પ્રશંસા થઇ રહી છે.
I am traveling in Avadh express(19040). in s5. in my coach their are 25 girls all are juvenile some of them are crying and all feeling unsecure.@RailMinIndia @PiyushGoyal @PMOIndia @PiyushGoyalOffc @narendramodi @manojsinhabjp @yogi
— Adarsh Shrivastava (@AdarshS74227065) July 5, 2018
જાણકારી મુજબ મુઝફ્ફરપુર-બાંદ્રા અવધ એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહેલા યાત્રી આદર્શ શ્રીવાસ્તવે 5 જુલાઈના રોજ એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેઓ ટ્રેનના એસ-5 કોચમાં સફર કરી રહ્યા છે. જેમાં લગભગ 25 નાબાલિક છોકરીઓ છે. જે રોઈ રહી છે અને અસુરક્ષિત મહેસુસ કરી રહી છે. આ ટ્વીટ પર અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી શરુ કરી હતી. ગોરખપુરમાં જેઆરપી અને આરપીએફએ 26 નાબાલિક બાળકીઓને કોચમાંથી સુરક્ષિત બચાવી લીધી હતી.
आदर्श @AdarshS74227065 आपका अभिनंदन,समाज में एक आदर्श प्रस्तुत करने के लिए!आज आप जैसे जागरूक समझदार नागरिकों की दरकार है, @Twitter ट्विटर के इतिहास में यह दर्ज होगा कि मदद को उठा एक सार्थक ‘ट्वीट’ कैसे पच्चीस बेटियों का जीवन बचा सकता है! @narendramodi @PiyushGoyal @RailMinIndia https://t.co/JiejWmgegz
— मालिनी अवस्थी Malini Awasthi (@maliniawasthi) July 7, 2018
સોશિયલ મિડિયા પર ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપનારા શખ્શ આદર્શ શ્રીવાસ્તવની ખુબ પ્રશંસા થઇ રહી છે. ટ્વીટર પર લોકગાયિકા માલિની અવસ્થીએ પણ શ્રીવાસ્તવની પ્રશંસા કરતા લખ્યું કે આજે આપના જેવા જાગૃત સમજદાર નાગરિકોની જરૂર છે. ટ્વીટરના ઇતિહાસમાં લખવામાં આવશે કે મદદ માટે ઉઠેલુ એક સાર્થક ટ્વીટ કેવી રીતે 25 બેટીઓનું જીવન બચાવી શકે છે.
