કોરોનાકાળ દેશ અને દુનિયા માટે ભયાનક રહ્યો છે. તેમાંય રાજધાની દિલ્હીની સ્થિતિ તો અત્યંત નાજુક હતી. એક સમયે દિવસના હજારો લોકોના મોત થતાં ત્યારે હાલમાં કોરોના થી થયેલા મોત અંગે એક નવો જ ખુલાસો સામે આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં મોટાભાગના મૃત્યુ પાછળ કોરોના માત્ર એક સંયોગ હતો. ડેથ ઓડિટ કમિટીના અહેવાલ મુજબ, જ્યારે રાજધાનીની હોસ્પિટલોમાં મૃત્યુ પામેલા લોકોના તબીબી દસ્તાવેજોની સમીક્ષા કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે બહુ ઓછા લોકોના મૃત્યુનું મુખ્ય કારણ કોરોના ના સંક્રમણના કારણે થાય છે. મોટાભાગના મૃતકો પાછળ કોરોના સંક્રમણ એક માત્ર સંયોગ રહ્યો છે. ઘાયલોના પણ અલગ-અલગ અકસ્માતમાં મોત થયા હતા, જેમાંથી કેટલાક કોરોના સંક્રમિત હતા.
રિપોર્ટ અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 900થી વધુ લોકોના મોત થયા છે. આમાંથી લગભગ એક ચતુર્થાંશ મૃત્યુ પાછળનું એક કારણ કોરોના સંક્રમણ હતું, પરંતુ 70 ટકા મૃત્યુ અન્ય કોઈ કારણથી થયા હતા. ઉપરાંત પાંચ ટકાને અન્ય કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. આંકડા દર્શાવે છે કે જાન્યુઆરીથી 18 એપ્રિલની દરમિયાન દિલ્હીમાં કુલ 905 લોકોના મોત થયા છે. તેમાંથી 227 મૃત્યુ કોરોના ચેપને કારણે થયા હતા. જ્યારે બાકીના 681 મૃત્યુમાં કોરોના સંક્રમણ મુખ્ય કારણ નહોતું.
આ બાબતે સમિતિના સભ્ય અને દિલ્હી સરકારના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે, વર્ષ 2020માં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અને વાસ્તવિકતા જાણવા માટે ડેથ ઓડિટ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી માહિતી એકઠી કરે છે અને પછી તેમના મેડિકલ પેપરની સમીક્ષાના આધારે નક્કી કરવામાં આવે છે કે આ મૃત્યુની પાછળ કોરોના સંક્રમણ જવાબદાર છે કે નહીં. તેમણે કહ્યું કે વર્ષ 2020 અને 2021માં સ્થિતિ અલગ હતી પરંતુ આ વર્ષે સ્થિતિ જુદી જોવા મળે છે. હોસ્પિટલોમાં મૃત્યુ પામેલા લોકોમાં કોરોના માત્ર એક સંયોગ તરીકે દેખાઈ રહ્યો છે. તબીબી આધાર પર, જે લોકોના મૃત્યુ થયા છે તેમાં તમામ કોરોનાથી જ થયા હોય તેવું નથી. સમિતિના જણાવ્યા અનુસાર આ વર્ષે 13 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી વચ્ચે 691 લોકોના મોત થયા છે. તેમાંથી 152 મોતનો સીધો સંબંધ કોરોના સંક્રમણ સાથે છે, પરંતુ 530 લોકોના મોતમાં કોરોના મુખ્ય કારણ નથી. આ સમયગાળા દરમિયાન આવા નવ મૃત્યુ પણ નોંધાયા હતા, જેમને ટ્રોમા સર્વિસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા, આગમાં દાઝેલા વગેરેના મામલા સાથે સંબંધિત છે. તેમાંથી નવ કેસ એવા હતા કે જેઓ પણ કોરોના સંક્રમિત હતા. તેમના મૃત્યુ પાછળ કોરોના કારણ નહોતું. એ જ રીતે, 4 ફેબ્રુઆરીથી 18 એપ્રિલની વચ્ચે 214 લોકો મૃત્યુ પામ્યા. જેમાંથી 139 મૃત્યુ પાછળ કોરોના એક સંયોગ માત્ર હતો. જ્યારે 75 મૃત્યુમાં સંક્રમણ મુખ્ય કારણ બન્યું.
ડોકટરોના જણાવ્યા અનુસાર, વર્ષ 2020 અને 2021 સિવાય આ વર્ષે જાન્યુઆરી દરમિયાન દર અઠવાડિયે સરેરાશ 25 થી 35 મૃત્યુ નોંધાયા હતા. 9 થી 15 ફેબ્રુઆરીની વચ્ચે, 69 લોકોના મોત થયા, પરંતુ તે પછી તે કોરોના સંક્રમણનો આંક નીચે ગયો. 3 માર્ચથી દિલ્હીમાં દર અઠવાડિયે સરેરાશ બેથી ત્રણ મોત નોંધાયા છે. 13 થી 18 એપ્રિલની વચ્ચે બે લોકોના મોત થયા હતા. આ આંકડાઓને ટાંકતા તેમણે કહ્યું કે રસીકરણ દ્વારા ચેપ ખૂબ જ હળવો થયો છે. આ ઉપરાંત, મૃત્યુનું જોખમ પણ ઓછું થાય છે.
આ પણ વાંચો : દક્ષિણ નાઇજિરીયામાં ગેરકાયદેસર રિફાઇનરીમાં વિસ્ફોટ, 100 થી વધુ લોકોના મોત

