હવે ડેવલપમેન્ટ ચાર્જને નામે ફ્લેટ વેચાણ વખતે મન ફાવે તે રકમ લઈ શકાશે નહીં, કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મુકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે.
વર્તમાનમાં ડેવલપમેન્ટ ફીને નામે રૂ. 1 લાખથી માંડીને 10 લાખ કે વધુ રકમ વસૂલી લેવામાં આવે છે. જોકે ફ્લેટ ખરીદીને જૂની સોસાયટીમાં નવા સભ્ય બનનારાઓ પાસેથી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે. ફ્લેટની માલિકી બદલાતા નવા સભ્યને સોસાયટીમાં સભ્ય બનાવવા માટે ટ્રાન્સફર ફી પેટે મહત્તમ રૂ. 50,000 લેવાનો નિયમ કરવામાં આવેલો છે. તેમ છતાંય કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ અને કો.ઓપરેટીવ સર્વિસ સોસાયટીઓ નવા સભ્ય બનનાર પાસેથી ટ્રાન્સફર ફી ઉપરાંત ડેવલપમેન્ટ ફી પણ વસૂલે છે. આ રકમ રૂ. 10 લાખથી માંડીને તેનાથીય મોટી હોવાની સંભાવના જોવા મળતાં હોય છે.
ગુજરાત સરકારના સહકાર ખાતાના અધિકારીઓને આ હકીકતની જાણ હોવાથી તેમણે આ ગેરરીતિઓને નાબૂદ કરવા માટે ટ્રાન્સફર ફી પેટે રૂ. 50 હજારની મહત્તમ રકમ ઉપરાંત ડેવલમેન્ટ ફીને નામે કોઈ જ ફી ન વસૂલવાની વ્યવસ્થા ઊભી કરી છે. તેમ છતાંય નવા ફ્લેટ ખરીદનાર પાસે ટ્રાન્સફર કી ઉપરાંડ ડેવલપમેન્ટ ફીને નામે મોટી રકમ લેવામાં આવી રહી છે. આ રકમ કોઈપણ હાઉસિંગ સોસાયટી ન લે તે માટે નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
નવા નિયમ આવી ગયા પછી ડેવલપમેન્ટ ફી પેટે મોટી રકમ લેવાનો આગ્રહ રાખનાર સર્વિસ સોસાયટી કે પછી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારોને હોદ્દા પરથી દૂર કરવાની કે તેમને 6 વર્ષ સુધી બોર્ડમાં બેસવા જ ન મળે તેવી જોગવાઈ દાખલ કરે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમ છતાંય ડેવલપમેન્ટ ફીને નામે વધુ નાણાં લેવામાં આવશે, તો જે તે સહકારી હાઉસિંગ સોસાયટી કે સર્વિસ સોસાયટીના બોર્ડના સભ્યને 6 વર્ષ માટે હોદ્દાથી દુર કરવામાં આવી શકાય છે.
આ પણ વાંચો: ACBની સફળ ટ્રેપ, બહુમાળી ફલેટના વેચાણમાં લેવાતી લાંચનો ભાંડો ફૂટયો
આ પણ વાંચો: ગુજરાત હાઉસિંગ બોર્ડ 5 બિલ્ડરોને 200 કરોડ રૂપિયાની લહાણી : TDR મંજૂર કરતા ઊઠ્યા સવાલ
આ પણ વાંચો: અરે વાહ! ટોલ ટેક્સ માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, NHAI તરફથી મોટું અપડેટ
