Rajkot News : રાજકોટમાં આગના બે બનાવો છતા તંત્ર કોઈ બોધપાઠ લેતું હોય તેમ જણાતું નથી. રાજકોટમાં ધૂળેટીનાં તહેવારનાં દિવસે રેસીડેન્સીયલ બિલ્ડીંગ એટલાન્ટિસનાં છઠ્ઠા માળે અચાનક આગ લાગતા 3 લોકોનાં મોત નિપજ્યા હતા. જે બાદ રાજકોટ શહેરમાં અનેક બિલ્ડીંગોમા ફાયરનાં નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરમાં આવેલ અનેક બિલ્ડીંગોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ કેટલીક જગ્યાએ તો ફાયરનાં સાધનો ચાલી શકે તેવી હાલતમાં પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.હાઉસિંગ બોર્ડની આવાસ યોજનામાં ફાયર સેફ્ટીનાં સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે.
14 માળની બિલ્ડીંગમાં અનેક લોકો તેમનાં પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનાં સાધનો તો લગાડ્યા પરંતું તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. આવાસ યોજનાનાં સ્થાનિકોએ હાઉસિંગ બોર્ડને પત્ર લખી માંગ કરી છે. 7 વર્ષથી આવાસમાં રહેતા લોકો હાઉસિંગ બોર્ડ પાસે માંગ કરી રહ્યા છે. ત્યારે અલગ અલગ જે મંજૂરી લેવાની હોય તે મંજૂરીઓ લેવામાં આવી નથી.આ બાબતે રહીશોએ જણાવ્યું હતું કે, અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. તેમજ બીયુ પરમીશન કન્ડીશનલી છે.
સોલાર સિસ્ટમ થાય પછી જ બીયુ પરમીશન આપી શકાય. સોલાર સિસ્ટમ નથી ત્યાં સુધી બીયુ પરમીશન કાયદેસર રીતે મળી શકશે નહી. અને તેને કેન્સલ કરવાની નોટીસ પણ આપવામાં આવી છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ બાબત ધ્યાને લેવામાં આવી નથી. અને અત્યારે ફાયર ફાઈટર જાય તો બહાર નીકળવાનાં કોઈ ચાન્સીસ નથી. જો ફાયર ફાઈટર જો બહાર ન નીકળી શકે તો માણસ કેવી રીતે બહાર નીકળી શકે.
આ પણ વાંચો:રાજ્યમાં ફરી લેટરકાંડ ! ભાજપ પ્રભારી ધવલ દવે પર લેટર દ્વારા ગંભીર આક્ષેપો કરાયા