liquer/ ગાંધીનગરના ચિલોડા પાસેથી દારૂના જથ્થા સાથે 22 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે બે આરોપીની કરી ધરપકડ, ચાર શખ્સો ફરાર

Gujarat Top Stories

Gujarat News : સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓએ અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ચિલોડા નજીકથી ટ્રકમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, રોકડ રકમ, મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. 22,04,560 નો મુદ્દામાલ કબજે કરીને હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. તપાસમાં દારૂનો આ જથ્થો વોટ્સએપ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

એસએમસીના અધિકારીઓ માહિતીને આધારે અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ધાનપ પાટીયા બ્રિજ પાસેથી દારૂ લઈને જતો ટ્રક અટકાવ્યો હતો. જેમાંથી પોલીસને રૂ, 1,83,160 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રોકડ રકમ, બે મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. 22,04,560 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે હરિયાણાના માહુનખાન ડી. ખાન અને નઈમ ટી. ખાનની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનારા ફરીદ આમીન ખાન, હરીશ એ.ખાન, વોટ્સએપ પર દારૂ મંગાવનાર સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.

એસએમસીના પી.આઈ આર.એસ.પટેલ તથા તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:ભાજપ કોંગ્રેસના 13થી 14 ઉમેદવારોના નામાંકન રદ કરવાનો પ્રયાસ કરશેઃ ગોહિલ