ગુજરાત રાજ્યમાં કોરોના નામશેષ તરફ જઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર કોરોના પોતાનો કહેર બતાવી રહ્યું છે. એક પછી એક મોટી હસ્તીઓ કોરોનાનો શિકાર બની રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ એગ્રિકલ્ચર યુનિ.ના વીસી કોરોના સંક્રમિત બનયા છે. ડો. આર.વી. વ્યાસનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
એગ્રિકલ્ચર યુનિ.ના વીસી કોરોના સંક્રમિત બનતા યુનિ.ના સ્ટાફ નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથે એડમિન અને એકેડેમિક સ્ટાફનો પણ કોવિડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી અને સાથે અન્ય ભાજપના બે દિગ્ગજ નેતા કોરોના પોઝીટીવ બન્યા છે. CM સહીત બંને નેતા ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા હાલમાં યુ એન મહેતા હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.
Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ
Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો
covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….
ગુજરાત / ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
