ગુજરાત/ ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ

ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ

Gujarat Others

ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં આગ લગાડવાના કેસમાં મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની ગોધરા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. લગભગ 19 વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં 59 કારસેવકો માર્યા ગયા હતા. એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી.

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલે જણાવ્યું હતું કે, 51 વર્ષીય ભાટુક આરોપીઓના મુખ્ય જૂથનો ભાગ હતો, જેઓ આ સમગ્ર ષડયંત્રમાં સામેલ હતો. ભાટુક છેલ્લા લગભગ 19 વર્ષથી ફરાર હતો. પાટિલે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ગોધરા પોલીસે રવિવારે રાત્રે રેલ્વે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયામાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો અને ભટુકની ત્યાંથી ધરપકડ કરી હતી.

તેમણે કહ્યું, ભાટુક આરોપીઓના મુખ્ય જૂથનો ભાગ હતો જેમણે આ ષડયંત્ર રચ્યું હતું, ભીડને ઉશ્કેરી હતી.  અને ટ્રેનના કોચને બાળી નાખવા પેટ્રોલની ગોઠવણ કરી હતી. તપાસ દરમિયાન નામ સામે આવ્યા બાદ તરત જ તે દિલ્હી ભાગી ગયો હતો. તેની સામે હત્યા અને તોફાનો સહિતના અન્ય આરોપો છે.

આપને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરાકાંડમાં 59 કારસેવકોની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ગુજરાતમાં મોટા પાયે કોમી રમખાણો થયા હતા. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ભટુક ગોધરા રેલ્વે સ્ટેશન પર મજૂર હતો. તેણે કહ્યું, તે કોચ પર પત્થર ફેંકવા અને તેમાં પેટ્રોલ નાખવામાં સામેલ હતો, ત્યારબાદ અન્ય આરોપીઓએ કોચને આગ ચાંપી દીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ