Gandhinagar News/ ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોના ઉમેદવારોનો તંત્ર સામે મોરચો, 17 વર્ષથી કાયમી ભરતી બંધ હોવાનો આક્ષેપ

ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકો (Drawing Teachers)ના ઉમેદવારોના ધરણાં, 17 વર્ષથી કાયમી ભરતી નહીં થયાનો આક્ષેપ, નોટિફિકેશન જાહેર કરવાની માગ

Gujarat Gandhinagar Breaking News
drawing teachers

Gandhinagar News: રાજ્યની શાળાઓમાં ચિત્ર શિક્ષકો(Drawing Teachers)ની કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. ઉમેદવારો ધરણાં પર બેઠા છે અને સોમવારથી તેમની સતત રજૂઆતો યથાવત છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી થઈ નથી.

Drawing Teachers : વર્ષ 2009 બાદ કાયમી ભરતી બંધ હોવાનો દાવો

ઉમેદવારોનો દાવો છે કે વર્ષ 2009 બાદ ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી (Permanent Recruitment) બંધ છે. શાળાઓમાં કલા અને સંસ્કૃતિના વિકાસ માટે ચિત્ર શિક્ષકોની ભરતી થવી જરૂરી હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. આથી તેમણે કાયમી ભરતીનું નોટિફિકેશન જાહેર કરવાની માંગ કરી છે.

2014થી અનેક શિક્ષણ મંત્રીઓને રજૂઆત

ઉમેદવારોના જણાવ્યા મુજબ, વર્ષ 2014થી તેમણે અનેક શિક્ષણ મંત્રી (Education Minister)ઓને રજૂઆત કરી છે. હાલના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા (Rivaba Jadeja) સમક્ષ પણ તેમણે પોતાની માંગ મૂકી હતી. ઉમેદવારોએ મુખ્યમંત્રી (Chief Minister)ના સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરી હતી.

3 હજાર જગ્યાઓની બાંહેધરી, ફાઈલ અટવાયાનો આક્ષેપ

ઉમેદવારોનો આક્ષેપ છે કે અગાઉ 3 હજાર જગ્યાઓની ભરતી કરવાની બાંહેધરી અપાઈ હતી, પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. તેમના કહેવા મુજબ, નાણા વિભાગ (Finance Department) અને શિક્ષણ વિભાગ (Education Department) વચ્ચે ફાઈલ અટવાઈ ગઈ છે. ઉમેદવારોનું કહેવું છે કે, જ્યાં સુધી માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી ઉમેદવારો રજૂઆતો અને ધરણાં ચાલુ રાખશે.


આ પણ વાંચો:ધારીની છતડીયા પ્રાથમિક શાળામાં વિવાદ: શિક્ષકો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, મામલો પોલીસ સુધી પહોંચ્યો

આ પણ વાંચો:‘ચૂપ રહો મારી પાસે બંદૂક છે બધાને ચૂપ કરી દઈશ’ શિક્ષકોએ બાળકોને આવી ધમકી આપતા કરાઈ ધરપકડ

આ પણ વાંચો:ભારતમાં શાળાઓમાં 11 લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે