- જાનાવાડા ડીસ્ટીબ્યુટરી કેનાલમાં ભંગાણ
- પાણીના પ્રવાહની સામે કેનાલ કાગળની જેમ વિખેરાઈ
- 30 ફૂટનું ગાબડું પડતાં કેનાલના ટુકડે ટુકડા થયા
- વારંવાર ગાબડાં પડતા ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન
બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનો સીલસીલો યથાવત છે. વારંવાર ગાબડાં પડવાથી પંથકના ખેડુતો માટે પડતાં પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે જાનાવાડા ડીસ્ટ્રી કેનાલમાં 3૦ ફુટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ. વહેતા પાણીના પ્રવાહ વચ્ચે કેનાલ કાગળના ટુકડાની જેમ વિખેરાઈ ગઈ હતી. કેનાલ તુટતાં પાણી ખેતરોના ઉભા પાકમાં ફરી વળતાં ખેડુતોને મોટુ નુકશાન થયુ છે.
કેનાલ તુટતાં અંદાજીત ર૦ હેક્ટર જમીનમાં પાણી ફરી વળતાં ખેડુતોને જીરાના પાકમાં લાખોનું નુકશાનની ભિતી સેવાઇ રહી છે. સ્થાનિક ખેડુતોનો આક્ષેપ છે કે, નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવાયેલી કેનાલોમાં હલકી કક્ષાનો સામગ્રી વાપરવામાં આવી હોવાથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
