Not Set/ તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’થી સામે આવ્યું ફર્સ્ટ પોસ્ટર, આવતી કાલે રિલીઝ થશે ટ્રેલર

તાપસી પન્નુ દરેક ફિલ્મમાં તેના અભિનયથી દરેકનું દિલ જીતી લે છે. તેની બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ‘સંડ કી આંખ’ બાદ તાપસી હવે ફિલ્મ થપ્પડમાં જોવા મળી રહી છે થપ્પડ થી તેનો પહેલો લૂક રિલીઝ થયો છે અને ટ્રેલર આવતીકાલે રિલીઝ થવાની તૈયારીમાં છે. તાપસી ફર્સ્ટ લુક શેર કરતી વખતે લખ્યું – […]

Uncategorized

તાપસી પન્નુ દરેક ફિલ્મમાં તેના અભિનયથી દરેકનું દિલ જીતી લે છે. તેની બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ‘સંડ કી આંખ’ બાદ તાપસી હવે ફિલ્મ થપ્પડમાં જોવા મળી રહી છે થપ્પડ થી તેનો પહેલો લૂક રિલીઝ થયો છે અને ટ્રેલર આવતીકાલે રિલીઝ થવાની તૈયારીમાં છે.

તાપસી ફર્સ્ટ લુક શેર કરતી વખતે લખ્યું – શું આ માત્ર આટલી જ વાત છે? શું આ પ્રેમમાં પણ વાજબી છે? પોસ્ટરમાં તાપસીનો ચહેરો લાગે છે કે કોઈએ જોરજોરથી થપ્પડ માર્યો હોય. થપ્પડની આ પહેલી ઝલક છે.

https://www.instagram.com/p/B77x2-JJhtd/?utm_source=ig_embed

થપ્પડમાં તાપસી ઉપરાંત રત્ના પાઠક શાહ, માનવ કોલ, દીયા મિર્ઝા, રામ કપૂર મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. થપ્પડનું નિર્દેશન અનુભવ સિન્હાએ કર્યું છે. ભૂષણ સુદેશ કુમાર, કૃષ્ણ કુમાર અને અનુભવ સુશીલા સિન્હા નિર્માતા છે. આ ફિલ્મ 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

https://www.instagram.com/p/B75HucCpXxj/?utm_source=ig_embed

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નુની ઘણી ફિલ્મો આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘શાબાશ મીટ્ટુ’ નું પોસ્ટર શેર કરાયું છે. આ સિવાય તાપસી ‘રશ્મિ રોકેટ’માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.