Suicide/ તપાસમાં સંદિપ નાહરના ગળા પર મળ્યું નિશાન, શંકાના નિશાન પર પત્ની,હત્યાની આશંકા

હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સંદિપ નાહરના ગળા પર શંકાસ્પદ નિશાન છે. ગોરેગાંવ પોલીસ તેની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Entertainment

સુશાંત સિંહ રાજપૂતનો કો-સ્ટાર રહી ચૂકેલ સંદિપ નાહરે તેના ગોરેગાંવ સ્થિત નિવાસ સ્થાને 15 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા પહેલાં તેણે ફેસબુક પોસ્ટ લખી હતી અને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. તેણે તેની પત્ની પર રોજ ઝગડા અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

 હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સંદિપ નાહરના ગળા પર શંકાસ્પદ નિશાન છે. ગોરેગાંવ પોલીસ તેની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

પોલીસે આપેલી માહિતી મુજબ સંદિપ નાહરે આત્મહત્યા કરી ત્યારે તેની પત્ની કંચન શર્માએ એક કારપેન્ટરની મદદથી તેના રૂમનો દરવાજો તોડ્યો.

આ પછી તે સંદિપ નાહરને ઘરની નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ. પરંતુ તે હોસ્પિટલે સંદિપ નાહરને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે તે બીજી હોસ્પિટલમાં પહોંચી ત્યારે તે હોસ્પિટલના ડોક્ટરે સંદીપને મૃત જાહેર કર્યો હતો.

આત્મહત્યા કે હત્યા? પોલીસ તપાસ કરી રહી છે

સંદીપને મૃત જાહેર કર્યા બાદ સંદીપની પત્ની સંદીપની લાશને ઘરે લઈ આવી. ત્યારબાદ ગોરેગાંવ પોલીસે સંદીપના મૃતદેહની તપાસ કરી તેને તેના કબજામાં લીધી હતી.

પોલીસ સંદીપના ગળામાં એક શંકાસ્પદ નિશાની જોઇ રહી છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઇ રહી છે. હાલમાં મુંબઈ પોલીસનો સાયબર સેલ પણ સંદિપ નાહરના સોશિયલ મીડિયા અકાઉન્ટની તપાસ કરી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ