Entertainment News/ ધર્મેન્દ્ર રાત્રે દારુનું સેવન કરતા અને સવારે ઉઠીને કસરત…!! ઘરમાં જ જીમની કરી હતી વ્યવસ્થા…

ધર્મેન્દ્રે શાંતિપૂર્વક આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી છે…એક ઈન્ટરવ્યૂમાં, બોલીવુડના આ ‘હી મેને’ કહ્યું હતું કે, એક દિવસમાં તેઓ 12 જેટલી બિયર પી જતાં હતા!!

Trending Entertainment

Entertainment News: ધર્મેન્દ્રે 89 વર્ષની પાકટ વયે શાંતિપૂર્વક આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી છે. તેઓની તબિયત છેલ્લા ઘણા દિવસથી ગંભીર હતી અને એમના ફેન્સ એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં હતા. બોલીવુડના ‘હી મેન’ ની વિદાયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.

ધર્મેન્દ્ર…દંતકથા સમાન લેજન્ડ એક્ટર

ધર્મેન્દ્ર…24 નવેમ્બરે નશ્વર દેહનો ત્યાગ કરીને આ દંતકથા સમાન લેજન્ડ એક્ટર (Actor), વિદાય લીધી એ પહેલા સુધી પોતાની આખી જીંદગી ઝિંદાદિલીથી જીવ્યા હતા. એમનું જીવન હંમેશાં અભિનય ઉપરાંત અન્ય બાબતોથી પણ સુર્ખીઓમાં રહ્યું હતુ. એમને આલ્કોહોલનું સેવન કરવાનો અત્યંત શોખ હતો અને એમની આ ટેવ અંગે એમણે ઘણીવાર જાહેરમાં ખૂલીને વાત પણ કરી હતી. કેટલાય ઈન્ટરવ્યૂમાં એમણે સ્વીકાર્યું હતું કે પોતાની સમગ્ર અભિનય કારકિર્દી દરમિયાન, એમને શરાબનો શોખ (Alcohol Habit) હંમેશાંથી રહ્યો હતો અને તેઓ ફિલ્મ શૂટિંગ (Film Shooting) દરમિયાન, સેટ પર પણ અવારનવાર દારુ પીતા હતા! એક ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રે કહ્યું હતું કે, એક દિવસમાં તેઓ 12 જેટલી બિયર (Beer) પી જતાં હતા!! પણ સાથોસાથ એમ પણ કહ્યું હતું કે પોતાને ફિટ રાખવા માટે તેઓ દરરોજ કસરત કરતા હતા.

અંતિમ વિદાય પછી એમનો 19 વર્ષ જૂનો એક ઇન્ટરવ્યૂ વાયરલ

ધર્મેન્દ્રની અંતિમ વિદાય (Death) પછી એમનો 19 વર્ષ જૂનો એક ઇન્ટરવ્યૂ વાયરલ (Viral Interview) થઇ રહ્યો છે, જેમાં એ કહી રહ્યાં છે કે, એ શરાબના શોખીન છે પણ એ ક્યારેય જીમમાં વ્યાયામ કરવાનું છોડતા નથી! વર્કઆઉટ એમના માટે પૂજા સમાન હતું અને એ કદીયે એવું કરવાનું ટાળતા નહતા એમ પણ એમણે જણાવ્યું હતું.

બોલીવુડમાં શરાબ પીવાના ઘણા બહાના છે

સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં એ કહી રહ્યાં છે કે, “બોલીવુડ (Bollywood)માં આવીને મને દારુ પીવાની ટેવ પડી ગઇ હતી. બોલીવુડમાં શરાબ પીવાના ઘણા બહાના છે!!” જ્યારે એમને સવાલ કરવામાં આવ્યો કે, “શું ઇન્ડસ્ટ્રીમાં પીવું જરુરી છે?” આ પ્રશ્નના ઉત્તરમાં ધર્મેન્દ્રે (Dharmendra) જણાવ્યું હતું કે, “પીવું જરુરી નથી હોતું, એવું નથી કે પીધાં વિના કામ નથી ચાલતું પણ લોકો કોઈ બહાનું (Reason) શોધી જ લે છે! ફિલ્મ હિટ થઇ, ફિલ્મ શરુ થઇ રહી છે, ફિલ્મ પીટાઇ ગઈ…તો આવા મોકાઓ પર પણ…”

અમારા ઘરનું જીમ અમારા માટે મંદિર છે

એ પછી એમને જ્યારે પૂછવામાં આવ્યું કે, પીધા પછી પણ એમના દેખાવ પર એની અસર કેમ જણાતી નથી! આ સવાલનો જવાબ આપતાં ધર્મેન્દ્રે ઘટસ્ફોટ કર્યો હતો કે, “કદાચ એના લીધે કે હું એક્સર્સાઇઝ (Exercise) છોડતો નહતો, ચાહે કંઈ પણ થઈ જાય! વ્યાયામ તો હું અત્યારે પણ કરું છુ, અમારા ઘરનું જે જીમ છે એ અમારા માટે મંદિર (Jym is Temple) છે અમે લોકો એક્સર્સાઇઝથી ટેવાયેલા છીએ, હું, સની (Sunny Deol) બધાં જ…ત્યાં સુધી કે સ્ત્રીઓ પણ! જીંદગી ફરીથી નથી મળતી, જીંદગી જીવવી જોઇએ!”

શરાબ ના હોતી, ઇશ્ક ના હોતા…

આ ઉપરાંત, ધર્મેન્દ્રે એક વાર એક જાણીતા ટીવી શૉમાં નોનસ્ટોપ દારુનું સેવન  (Nonstop Drink) કરવા અંગે જણાવ્યું હતુ. “એમના વિશે ઘણી એવી વાતો ચર્ચાય છે કે એ પોતાની પર ધ્યાન આપતા નહતા! જ્યારે પીવાનું શરુ કરે ત્યારે અટકતા જ નહતા!!” આ પ્રશ્નના જવાબમાં અભિનેતાએ શાયરાના અંદાજમાં એવું કહ્યું હતું કે, “અત્યારે પણ હું ક્યારેક-ક્યારેક અરીસામાં જોઉં છું ત્યારે એ મને કહે છે કે, “ઇશ્ક ને મારા, તુજે શરાબને મારા, મિલતા ના વરના કોઈ સાની તુમ્હારા”..હવે હું પણ ખાસિયાણો પડીને જવાબ આપું છું કે…”શરાબ ના હોતી, ઇશ્ક ના હોતા, યે જીના ભી કોઈ જીના હોતા!”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધર્મેન્દ્રએ 89 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ, સ્મશાન પહોંચ્યા સેલિબ્રિટી…..

આ પણ વાંચો: 89 વર્ષના ધર્મેન્દ્રની તબિયત લથડી, દિગ્ગજ અભિનેતા હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો: ધર્મેન્દ્રને પસંદ હતી હેમા માલિની…એટલે જ ‘સીતા ઔર ગીતા’માં કામ કરવા થયા હતા રાજી…