china news/ ચીનમાં રેલ્વે ટ્રેક પર કામ કરતાં કર્મચારીને ટ્રેને કચડયા, 11 લોકોના મોત, 2 ઘાયલ

તે જ સમયે, ભૂકંપના સંકેતોને માપતા સાધનોની તપાસ કરતી એક ટ્રેન આવી અને સ્ટાફને ન જોઈ શકી જેનાથી આ મોટું અકસ્માત સર્જાયું.

international World Trending

China News: આજે  સવારે ચીનના સાઉથ યુન્નાન (southern Yunnan)માં એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. કુનમિંગ શહેર (Kunming city)ના લુઓયાંગ ટાઉન રેલ્વે સ્ટેશન (Luoyang Town Railway Station) પર એક પરીક્ષણ ટ્રેન (test train) પાટા પર બાંધકામ કામદારોના જૂથને અથડાઈ હતી. આ ઘટનામાં 11 લોકોનું મોત થયું હતું અને અન્ય 2 લોકો ઘાયલ થયા હતા.

આ અકસ્માત રેલ્વે સ્ટેશનના વળાંકવાળા (curved) ભાગમાં થયો હોવાનું સામે આવ્યું છે.  જ્યાં કર્મચારીઓ કામ કરતા હતા. તે જ સમયે, ભૂકંપના સંકેતોને માપતા સાધનોની તપાસ કરતી એક ટ્રેન આવી અને સ્ટાફને ન જોઈ શકી જેનાથી આ મોટો અકસ્માત સર્જાયો. ટ્રેન સીધી તેના પરથી પસાર થઈ ગઈ.

ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (China Central Television) ના જણાવ્યા અનુસાર રેલવે અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલી દીધા હતા. મૃતકોના મૃતદેહો મળી આવ્યા હતા અને વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

આ ઘટના બાદ થોડા સમય માટે સ્ટેશન પર સેવાઓ ખોરવાઈ ગઈ હતી, પરંતુ હવે ટ્રેનની કામગીરી સામાન્ય થઈ ગઈ છે. આ ઉપરાંત અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ દોષિત પુરવાર થશે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તાન્યા ટ્રાવેલ્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસના આગમનની ઉજવણી કરતા લોકોના જીવ જોખમમાં મૂક્યા

આ પણ વાંચો:અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન, નવનિયુક્ત કર્મચારીઓએ PMનો માન્યો આભાર…

આ પણ વાંચો:સારણમાં 18 સરકારી કર્મચારીઓને ચૂંટણી ફરજમાંથી મુક્ત કરાયા, ત્રણ મહિનામાં ઝડપી ટ્રાયલ યોજાશે