કર્ણાટકમાં ૧૫૦૦૦થી વધારે ડિલીવરી કરાવનાર સુલગટ્ટી નરસમ્માનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કર્ણાટકના નિવાસી હતા જ્યાં તેમને લોકો ‘ જનની અમ્મા ‘ નામથી બોલાવતા હતા.
૨૯ નવેમ્બરના રોજ તેમને શ્વાસની બીમારીને કારણે બેંગ્લોરની બીજીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
છેલ્લા ૫ દિવસથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.
ಉಸಿರಾಟದ ತೊಂದರೆಯಿಂದ ಸೂಲಗಿತ್ತಿ ನರಸಮ್ಮರವರು ನಿಧನರಾದ ಸುದ್ದಿ ನೋವು ತರಿಸಿದೆ. ಬಿಜಿಎಸ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿದ್ದ ಇವರನ್ನು ಬೆಳಗ್ಗೆ ಭೇಟಿ ಮಾಡಿ ಆರೋಗ್ಯ ವಿಚಾರಿಸಿದ್ದೆ. ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ 15000 ಹೆರಿಗೆ ಮಾಡಿಸಿದ ಇವರ ಸೇವೆಗೆ ಪದ್ಮಶ್ರೀ ದೊರಕಿತ್ತು. ಇವರ ಅಗಲಿಕೆ ನೋವು ಭರಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಕುಟುಂಬಕ್ಕೆ ದೇವರು ನೀಡಲಿ pic.twitter.com/9XeLnFfUBm
— B.S.Yediyurappa (@BSYBJP) December 25, 2018
જનની અમ્માના નિધનના સમાચાર મળતા કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા હોસ્પિટલ પહોચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કોણ હતા જનની અમ્મા ?
કર્ણાટક રાજ્યના તેવા વિસ્તાર કે જ્યાં કોઈ મેડીકલની સુવિધા પ્રાપ્ય નથી તે જગ્યાએ અમ્મા સુરક્ષિત ડિલીવરી કરાવતા હતા. અત્યાર સુધી તેમણે ૧૫૦૦૦ મહિલાઓની સુરક્ષિત ડિલીવરી કરાવી છે.
તેમની આ અભૂતપૂર્વ સિદ્ધિને લીધે તેમને પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત બીજા પણ ઘણા સમ્માન તેમને મળી ચુક્યા છે. તેમની આ સમાજસેવા જોઇને તુમકુર યુનીવર્સીટીએ તેમને ડોક્ટરની પડવી પણ આપી હતી.
નરસમ્માને ચાર દીકરા, ત્રણ દીકરીઓ અને ૩૬ પૌત્રો-પૌત્રીઓ છે.
