ફિલ્મી દુનિયામાંથી વધુ એક લગ્નની ચર્ચા થઇ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનિલ કપૂરની નાની પુત્રી રિયા કપૂર લગ્ન કરી રહી છે. તેણીએ તેના બોયફ્રેન્ડ કરણ બુલાનીને તેના જીવન સાથી તરીકે પસંદ કર્યો છે. અનિલના ઘરની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ઘરની બહાર ઘણી પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
આ પણ વાંચો :રાજ કુંદ્રાની વધી મુશ્કેલી, ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ માટે બનાવી SIT
કહેવામાં આવી રહ્યું છે કે રિયા અને કરણના લગ્ન સમારોહ અનિલ કપૂરના જુહુ બંગલામાં યોજાશે, જેમાં માત્ર નજીકના લોકો જ હાજરી આપશે. તેના ઘરની બહારની તસવીરો સામે આવી છે. રિયા કપૂરનો બોયફ્રેન્ડ કરણ પણ અનિલ કપૂરનું ઘર બહાર નીકળતા જોવા મળ્યો છે. તે મરૂન શર્ટ અને ડેનિમ્સમાં જોવા મળ્યો. લગ્નના એક દિવસ પહેલા કરણનું આમ દુલ્હનના ઘરે આવવું થોડુંક અજીબ છે, પરંતુ એ પણ કહેવામાં આવ્યું કે રિયા અને કરણના લગ્ન માત્ર એક ફૉર્માલિટી છે. કરણ, રિયાના પરિવારજનથી ઓછો નથી.
https://www.instagram.com/p/CShbzh0DrPH/?utm_source=ig_web_copy_link
સમાચાર અનુસાર, ફિલ્મ નિર્માતા રિયા અને કરણ લગભગ 13 વર્ષથી સાથે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અનિલ કપૂરના ઘરે ભારે અવર જવર થઈ રહી છે. તો વળી સોનમ કપૂર, આનંદ આહૂજા અને કપૂર ફેમિલીના મેમ્બર્સ પણ ટાઉનમાં લગ્નની તૈયારીમાં લાગી ગયા છે. જો કે, આ વાત કોઈને પણ ખબર નહોતી કે અનિલ કપૂરના ઘરે ફરીથી શરણાઈઓ વાગવા જઈ રહી છે. કપૂર ફેમિલી આ વખતે કોરોનાના કારણે ભારે તામજામ નહીં કરે.
https://www.instagram.com/p/CJNwRHqpUXF/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :રાની મુખર્જીએ ખરીદ્યું આ વૈભવી ઘર, તસવીરો જોઈ અંજાઈ જશો
અનિલ કપૂરના ઘરની બહાર ઘણાં સમય સુધી પાપારાઝી પણ સ્પૉટ થયા. લોકો એ આશામાં હતા કે કદાચ કપૂર પરિવારમાંથી કોઈ બહાર નીકળે તો કોઈક માહિતી મળી શકે. પણ એવું બન્યું નહીં.
જ્યાં એક તરફ રિયાના લગ્ન સાદાઇથી થઈ રહ્યા છે, તો બીજી તરફ તેની મોટી બહેન સોનમ કપૂરના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. સોનમ કપૂરના લગ્ન બાન્દ્રા સ્થિત બેન્ડસ્ટેન્ડમાં તેમની આન્ટીના ઘરેથી થયા હતા. ત્યાર બાદ રિસેપ્શન વેન્યૂ ધ લીલા હોટલ હતું.
https://www.instagram.com/p/CHnHCTDJzLQ/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :અભિષેક બચ્ચનને વેચવો પડ્યો પોતાનો એપાર્ટમેન્ટ, જાણો શુ છે કારણ
કરણ અને રિયા ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા નવેમ્બર 2018માં બહેન સોનમ કપૂરના લગ્નમાં રિયાએ કરણ સાથે પોતાના સંબંધ કન્ફર્મ કર્યા હતા.
સોનમ કપૂરે લગભગ 3 વર્ષ પહેલા બંનેના સંબંધો પર મહોર મારી હતી. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન સોનમે કહ્યું હતું કે, રિયા કરણને 13 વર્ષથી ડેટ કરી રહી છે.
https://www.instagram.com/p/B-SJoWTl7iR/?utm_source=ig_web_copy_link
એવું કહેવામાં આવે છે કે, 2013 માં કરણ અને રિયા લગ્ન કરવાના હતા, ઉપરાંત એ સમયે સોનમના લગ્ન થયા નહોતા. ત્યારે મીડિયા અહેવાલો અનુસાર, કરણ અને રિયાના લગ્ન માટે ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક કારણોસર તે પછી બંને ફરીથી લગ્ન કરી શક્યા નહીં.
આ પણ વાંચો :પતિના અવસાન બાદ મંદિરા બેદી કામ પર પરત ફરી
