Bollywood/ પતિના અવસાન બાદ મંદિરા બેદી કામ પર પરત ફરી

રાજ કૌશલના મૃત્યુના લગભગ દોઢ મહિના બાદ મંદિરી બેદી કામ પર પરત ફરી છે. તેમણે એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી

Entertainment

પતિ રાજ કૌશલના મૃત્યુ પછી મંદિરા બેદી માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. ધીમે ધીમે હવે તે સામાન્ય જીવનમાં પરત ફરી રહી છે. રાજ કૌશલના મૃત્યુના લગભગ દોઢ મહિના બાદ મંદિરી બેદી કામ પર પરત ફરી છે. તેમણે એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. મંદિરા બેદીએ શૂટ દરમિયાન એક તસવીર પોસ્ટ કરી હતી.મંદિરા બેદીએ લીલી સાડી અને લાલ બ્લાઉઝ પહેર્યા છે. તેણે સ્મોકી આંખોથી ન્યૂડ મેકઅપ કર્યો છે. મંદિરાએ તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું- ‘કામ પર પાછા ફરવા બદલ આભારી છું. આ સમય દરમિયાન તમામ દયાળુ લોકોનો મારો આભાર. મારા જીવનમાં આવા લોકો છે તે એક આશીર્વાદ છે અને હા તંદુરસ્ત અને જીવંત રહેવા માટે ખૂબ આભારી છું

ઉલ્લેખનીય છે કે મંદિરા બેદીના પતિ ના મૃત્યુ બાદ તે પડિ ભાંગી હતી પરતું શો મસ્ટ ગો ઓનની જેમ કામ પર પરત ફરી છે. અને એક ઉર્જા સાથે કામ પર પરત ફરી છે તેન લુકમાં એક આત્મવિશ્વાસ છલકતો જોવા મળ્યો હતો,તેણે તમામ લોકોનો આભાર માન્યો હતો કે જેમણે દુ:ખના સમયમાં સાથ આપ્યો હતો.