કોલકાતામાં ફરી એકવાર એક મોડલની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. પૂજા સરકાર (Pooja Sarkar) નામની 21 વર્ષની મોડલે રવિવારે પોતાના ભાડાના ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મોડલે કેમ ભર્યું આ પગલું? આનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે ફોન આવ્યા બાદ તેણે પરેશાન થઈને પોતાને રૂમ અંદરથી બંધ કરી લીધો હતો. પોલીસ સૂત્રોને ટાંકીને અહેવાલો જણાવે છે કે મોડલ પૂજા સરકાર નોર્થ પરગના જિલ્લામાં સ્થિત ગોબરડાંગા કોલેજમાં ફર્સ્ટ ઈયરની વિદ્યાર્થીની હતી. તે દક્ષિણ કોલકાતાના બાંસડ્રોની વિસ્તારમાં ભાડાનું મકાન લઈને તેના એક મિત્ર સાથે રહેતી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શનિવારે સાંજે પૂજા એક મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી. ત્યાંથી પરત ફર્યા બાદ મધરાતના સુમારે તેણીને ફોન આવ્યો, જે અટેન્ડ કર્યા બાદ તે દોડીને તેના રૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. આ દરમિયાન પૂજાની મિત્રએ તેને ઘણી બોલાવી, પરંતુ તેણે દરવાજો ન ખોલ્યો. આ પછી મિત્રએ પોલીસને જાણ કરી, જેણે આવીને દરવાજો તોડ્યો અને જોયું કે પૂજા સીલિંગ ફેન સાથે લટકતી હતી. પોલીસ અધિકારીઓ પૂજાને નીચે લાવ્યા અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
પોલીસ પૂછપરછ દરમિયાન પૂજાના મિત્રએ દાવો કર્યો છે કે મૃત્યુ પહેલા તેને તેના બોયફ્રેન્ડે ફોન કર્યો હતો. જોકે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ કર્યા બાદ જ કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ શકશે. દરમિયાન, પૂજાના પરિવારજનોએ દાવો કર્યો છે કે તેનો બોયફ્રેન્ડ ગોબરડાંગામાં રહે છે.
આપને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનામાં કોલકાતામાં મોડલ-એક્ટ્રેસની આત્મહત્યાનો આ ચોથો મામલો છે. મે મહિનામાં 20 વર્ષીય બંગાળી ટીવી અભિનેત્રી અને મોડલ પલ્લવી ડેનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાં સીલિંગ ફેન સાથે લટકતો મળી આવ્યો હતો. મે મહિનામાં જ બંગાળની મોડલ અને અભિનેત્રી બિદિશા ડે મોતને ભેટી હતી અને તે પછી તેની મિત્ર અને મોડલ મંજુષા નિયોગીની આત્મહત્યાએ બધાને ચોંકાવી દીધા હતા.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન, PM મોદી, શાહ અને યોગીએ કર્યું મતદાન
આ પણ વાંચો:શું હવે ક્યારેય ભારતમાં કોઈ મુસ્લિમ રાષ્ટ્રપતિ કે PM નહીં બની શકશે, કેમ ટ્રેંડ થયું Muslim PM?
આ પણ વાંચો:12 કલાકમાં 3 અલગ-અલગ ઘટનાઓમાં સિંહણે 6 વ્યક્તિ પર કર્યા હુમલા
