Bharuch News/ અંકલેશ્વર GIDCમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઈ

અંકલેશ્વર GIDCની સિદ્ધ કો-ઓપ હાઉસિંગ સોસાયટીમાં ભાડાના મકાનના બાથરૂમમાં ગેરકાયદેસર MD ડ્રગ્સ (MD Drugs) લેબનો પર્દાફાશ. SOGએ 70 ગ્રામ MD કબ્જે કરી, NDPS હેઠળ કેસ.

Top Stories Gujarat Breaking News
MD Drugs

Bharuch News:ભરૂચના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેણાંકી સોસાયટીમાં ભાડાના મકાનના બાથરૂમમાં ગેરકાયદેસર રીતે MD ડ્રગ્સ બનાવવાની અત્યાધુનિક લેબોરેટરી ચલાવવાનો મામલો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરીને આ ઝડપાશ કરી છે. પોલીસે 70 ગ્રામ જેટલું તૈયાર MD ડ્રગ્સ (MD Drugs) તેમજ રો મટિરિયલ્સ કબ્જે કર્યા છે અને એક વ્યક્તિને અટકાયતમાં લીધી છે.

MD ડ્રગ્સ (MD Drugs) તેમજ રો મટિરિયલ્સ ઝડપાયું 

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCની સિદ્ધ કો.ઓપ. હાઉસિંગ સોસાયટી (Siddh Cooperative Housing Society)ના B બ્લોકમાં આવેલા નંબર 301ના ભાડાના મકાનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. મકાનના બાથરૂમમાં ખાસ લેબ તૈયાર કરીને MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આ કામમાં એક ફાર્મા કંપનીમાં કામ કરતો કેમિસ્ટ સક્રિય હતો, જેની મદદથી આ ડ્રગ્સ બનાવવામાં આવતા હતા.ભરૂચ SOGને ઘણા સમયથી આ મકાનમાં ડ્રગ્સ બનાવવાની ગતિવિધિઓ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. આ આધારે ટીમે રેડ કરીને મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ ડ્રગ્સ (MD Drugs) કોણ સપ્લાય કરી રહ્યું હતું તે અંગે તપાસ શરૂ કરી છે.

તેઓએ ઘરના માલિકની પણ તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે ત્યાં લાંબા સમયથી ડ્રગ્સ (MD Drugs) નું ઉત્પાદન થઈ રહ્યું હતું અને NDPS એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ પોલીસને વધુ નામો ખુલવાની આશંકા છે.


આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરુચમાં આવતીકાલે ₹૩૮૧ કરોડના ડ્રગ્સનો નાશ કરાશે

આ પણ વાંચો:જામનગરની હોટલમાં પોલીસનો ખાનગી દરોડો! 83 લાખના ડ્રગ્સ સાથે 4 પંજાબી તસ્કર ઝડપાયા

આ પણ વાંચો:ખાખીને લાગ્યો ડ્રગ્સનો ડાઘ! વડોદરા એસઓજીના એએસઆઈની ધરપકડ અને સસ્પેન્શન,4 દિવસના રિમાન્ડ મંજૂર