Surat News:રાજ્યમાં બોમ્બની ધમકીઓનો (Bomb Threat) સિલસિલો યથાવત છે, ત્યારે સુરતમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી. આ ધમકી કોઈ અજાણ્યા વ્યક્તિના ઈમેલ દ્વારા આપવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, આજે સવારે 5 વાગ્યે પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ઈમેલ મળ્યો હતો. સંપૂર્ણ અંગ્રેજીમાં લખેલા આ ઈમેલમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) આપવામાં આવી હતી. ઓફિસ ખુલતાની સાથે જ આ ગંભીર બાબત પ્રકાશમાં આવી હતી, જેનાથી સિસ્ટમમાં ગભરાટ ફેલાયો હતો.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat)થી ગભરાટ ફેલાયો
ધમકીભર્યો (Bomb Threat) ઈમેલ મળતાં જ ઉમરા પોલીસ સહિત વરિષ્ઠ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. ઓફિસના દરેક ખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે. ઓફિસમાં હાજર કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન, સુરત સાયબર ક્રાઈમ સેલે મૂળ અને કોણે ઈમેલ મોકલ્યો તે અંગે તપાસ તેજ કરી દીધી છે. શું આ માત્ર કોઈની ગેરરીતિ છે કે મોટું કાવતરું છે, આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
