Surat News: સુરતમાં એક યુવાનના જન્મદિવસની પાર્ટી માતમમાં ફેરવાઈ છે. તાપી નદીમાં બોટમાં જન્મદિવસ ઉજવવા ગયેલા એક યુવાનનું બોટ પલટી જતાં દુઃખદ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક મિત્રો જન્મદિવસની ઉજવણી માટે તાપી નદીમાં બોટમાં પાર્ટી કરી રહ્યા હતા, ત્યારે અચાનક બોટમાં પાણી ભરાવા લાગ્યું અને બોટ પલટી ગઈ. આ ઘટનાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. જન્મદિવસની પાર્ટીની ખુશી શોકમાં ફેરવાઈ જતાં બધા આઘાતમાં છે.
આ અકસ્માતમાં એક યુવાન પાણીમાં ડૂબી ગયો અને તેનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું અને એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, જ્યારે અન્ય બેને બચાવી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા.
આ પણ વાંચો:વડોદરામાં બોટ પલટી મામલે કોંગ્રેસે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવાની કરી માગ
આ પણ વાંચો:શ્રીનગરની ઝેલમ નદીમાં બાળકોને લઈ જતી બોટ પલટી જતાં 4 ના મોત
આ પણ વાંચો:મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પાસે 30 થી વધુ લોકો સાથે બોટ પલટી ગઈ
