ચાણક્ય નીતિ/ કોઈપણ  સ્ત્રી, રાજા અને બ્રાહ્મણની શક્તિ કઈ છે, શું તમે જાણો છે…?

ચાણક્ય વધુમાં જણાવે છે કે સ્ત્રીઓ માટે તેમની સુંદરતા અને યુવાની એ સૌથી મોટી શક્તિ છે.

Trending Dharma & Bhakti
nitish kumar 11 કોઈપણ  સ્ત્રી, રાજા અને બ્રાહ્મણની શક્તિ કઈ છે, શું તમે જાણો છે...?

આચાર્ય ચાણક્ય શ્રેષ્ઠ વિદ્વાનોમાં ગણાય છે. તે મહાન અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્ હતા. આચાર્ય ચાણક્ય કુશાગ્ર બુદ્ધિના હતા. આચાર્ય ચાણક્યને જીવનથી સંબંધિત દરેક પાસાની ઊંડી સમજ હતી. આ જ કારણ છે કે ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનને સરળ બનાવતી નીતિઓનું વર્ણન કર્યું છે. ચાણક્યની નીતિઓ આજે પણ સુસંગત છે. ચાણક્યએ એક નીતિમાં પુરુષ અને સ્ત્રીના કેટલાક ગુણો વર્ણવ્યા છે. ચાણક્ય કહે છે કે આ ગુણો અથવા શક્તિનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘણા કર્યો સિદ્ધ કરી શકાય છે. જાણો નીતિ શાસ્ત્રમાં આચાર્ય ચાણક્ય દ્વારા બ્રાહ્મણ, સ્ત્રી અને રાજાની સૌથી મોટી તાકાત કોને ગણી છે.

बाहुवीर्यबलं राज्ञो ब्राह्मणो ब्रह्मविद् बली।

रूप-यौवन-माधुर्यं स्त्रीणां बलमनुत्तमम्।।

ચાણક્ય કહે છે કે બ્રાહ્મણની શક્તિ એ તેનું જ્ઞાન છે.. બ્રાહ્મણને તેના જ્ઞાનના કારણે જ સમાજમાં માન મળે છે. ચાણક્ય કહે છે કે બ્રાહ્મણમાં  જેટલું જ્ઞાન વધુ , સમાજમાં તેને એટલો આદર અને સન્માન મળે છે. ચાણક્ય કહે છે કે બ્રાહ્મણ સિવાય દરેક વ્યક્તિની શક્તિ તેનું જ્ઞાન જ છે. જ્યારે દરેક પ્રતિકૂળ સંજોગોમાં જયારે બધા સાથ છોડી દે છે ત્યારે જ્ઞાન  તે સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.

ચાણક્ય વધુમાં જણાવે છે કે સ્ત્રીઓ માટે તેમની સુંદરતા અને યુવાની એ સૌથી મોટી શક્તિ છે. આ સિવાય સ્ત્રીનો મધુર અવાજ એ તેની સૌથી મોટી શક્તિ પણ છે. નીતિ શાસ્ત્ર મુજબ થોડા સમય પછી સુંદરતા મલમટ થઈ જાય છે, પરંતુ મધુર અવાજવાળી સ્ત્રીને બધે જ માન મળે છે. આવી સ્ત્રી પરિવારનું મૂલ્ય વધારે છે.

નીતિશાસ્ત્ર મુજબ, કોઈપણ રાજાની સૌથી મોટી શક્તિ એ તેની પોતાની સ્નાયુ શક્તિ છે. ચાણક્ય કહે છે કે જો રાજા નબળા છે, તો તે પ્રજાની સેવા કરી શકશે નહીં. કારણ કે તેણે પોતે બીજા પર નિર્ભર રહેવું પડશે.