Not Set/ મહિલાનું ચિમ્પાન્ઝી સાથે ‘અફેર’ હતું, ઝૂના લોકોએ લીધો આ નિર્ણય

એડી નામની આ મહિલા લગભગ ચાર વર્ષથી આ ચિમ્પાન્ઝીને મળવા માટે પ્રાણી સંગ્રહાલયમાં આવી રહી હતી. મહિલાનું કહેવું છે કે તેને ચિમ્પાન્ઝી સાથે પ્રેમ થઈ ગયો છે અને ચિમ્પાન્ઝી પણ તેના પ્રેમમાં પડી ગયો છે.

Ajab Gajab News Trending
મારુતિ 1 મહિલાનું ચિમ્પાન્ઝી સાથે 'અફેર' હતું, ઝૂના લોકોએ લીધો આ નિર્ણય

પ્રેમ કરવો એ ખરાબ નથી સદિયોથી લોકો પ્રેમ કરતા આવ્યા છે. અને અને સમાજમાં એવા પણ ઘણા ઉદાહરણ છે જેમાં પ્રેમ કરવાવાળાને એની સજા પણ મળી છે. અને જીવ પણ ગુમાવ્યો છે. પરંતુ પ્રેમના કારણે જીવન જોખમમાં મુકાય એવો ખતરનાક પ્રેમ તો ભાગ્યે જ કોઈ એ કર્યો હશે. બેલ્જિયમના પ્રાણી સંગ્રહાલય માંથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં મુલાકાત લેવા આવેલી એક મહિલાને પ્રાણી સંગ્રહાલય ના એક પ્રાણી સાથે પ્રેમ થઈ ગયો અને પ્રેમ એવો થયો કે સ્ત્રીને પણ સામે પ્રાણીની બાજુથી પ્રેમ મળવા લાગ્યો. આ પ્રાણી બીજું કોઈ નહીં પણ ચિમ્પાન્ઝી હતું. પરિસ્થિતિ એવી બની કે જ્યારે પ્રાણી સંગ્રહાલયને આ વિશે ખબર પડી ત્યારે તેમને મોટો નિર્ણય લેવો પડ્યો.

ખરેખર, આ ઘટના બેલ્જિયમના એક પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય ની છે. ‘ધ મિરર’ના એક અહેવાલ અનુસાર, મહિલાનું નામ એડી ટિમરમેન્સ છે. આ મહિલા થોડા દિવસો પહેલા તેના કેટલાક મિત્રો સાથે આ પ્રાણી સંગ્રહાલયમાં આવી હતી. ત્યાં ફરતા, મહિલા ચિમ્પાન્ઝી હતો ત્યાં પહોચી હતી. અને પછી મહિલા ચિમ્પાન્ઝીની નજીક ગઈ અને તેને જોવા લાગી. મહિલાને લાગ્યું કે જાણે તેણે ચિમ્પાન્ઝીને પહેલા ક્યાંક જોયો હોય.

મહિલા થોડા સમય પછી તે જ પ્રાણી સંગ્રહાલયમાં ફરી ગઈ. જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે તે સીધી ચિમ્પાન્ઝી પાસે ગઈ. એવું લાગતું હતું કે ચિમ્પાન્ઝીએ પણ સ્ત્રીને ઓળખી લીધી છે. રિપોર્ટ અનુસાર, એડી નામની આ મહિલા લગભગ ચાર વર્ષથી આ ચિમ્પાન્ઝીને મળવા માટે પ્રાણી સંગ્રહાલયમાં આવી રહી હતી. મહિલાનું કહેવું છે કે તેને ચિમ્પાન્ઝી સાથે પ્રેમ થઈ ગયો છે અને ચિમ્પાન્ઝી પણ તેના પ્રેમમાં પડી ગયો છે.

એટલું જ નહીં, તેણી દર અઠવાડિયે ચિમ્પાન્ઝીની મુલાકાત લેવાનું શરૂ કરે છે, બંને કથિત રીતે ઇશારાથી  એકબીજા સાથે વાત કરે છે અને એકબીજાને ફલાયિંગ કિસ પણ કરે છે. એક દિવસ પ્રાણી સંગ્રહાલયના લોકોને ખબર પડી કે સ્ત્રી આ પ્રાણી સંગ્રહાલયમાં વારંવાર કેમ આવે છે. જ્યારે તેમને આખી વાતની ખબર પડી ત્યારે તેમણે નક્કી કર્યું કે મહિલાના આ પ્રાણી સંગ્રહાલયમાં આવવા પર પ્રતિબંધ મુકવો જોઈએ.

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઝૂના મેનેજમેન્ટે મહિલા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તેને પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મહિલાના વ્યવહારથી  ચિમ્પાન્ઝી પર ખરાબ અસર પડી રહી હતી. બીજી બાજુ, પ્રતિબંધ પછી, મહિલાએ પણ નિવેદન આપ્યું અને કહ્યું કે જો તેણીને અને ચિમ્પાન્ઝી બંને એકબીજાને જોવાની મંજૂરી ન આપે તો તેઓ વ્યગ્ર બની જશે.

મંતવ્ય બ્રેકીંગ ન્યુઝ / 27 સપ્ટે.થી વિધાનસભાનું ટુંકાગાળાનું સત્ર,બે દિવસનાં સત્રમાં ચાર સરકારી બિલ રજૂ કરાશે : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

Penalty / CCI એ મારુતિ સુઝુકીને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ ?

 MG મોટર્સ વર્ષના અંત સુધીમાં રૂ. 2,500 કરોડનું રોકાણ કરશે,  હાલોલ પ્લાન્ટમાં ઉત્પાદન વધશે

Technology / ડોમેસ્ટિક કંપની લૂમે ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ રજૂ કરી, બંને બાજુથી વીજળી ઉત્પન્ન થશે

Technology / ગૂગલ મેપમાં ઉમેરાશે આ ખાસ સુવિધા, રસ્તામાં આવતા ટોલના ચાર્જ વિશે જણાવશે