Not Set/ અકસ્માતમાં વળતરની સરકારી જાહેરાતની ઐસીતૈસી, વીએસ હોસ્પિટલે યુવક પાસે મંગાવ્યા રૂપિયા

ગુજરાતના કોઇપણ ખૂણે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી. રાજયના કોઇપણ ખૂણામાં થયેલા અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને પ્રથમ 48 કલાકની સારવાર માટેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ ખર્ચની મર્યાદા રૂ. ૫૦ હજાર સુધીની રહેશે. પરંતુ અમદાવાદના નારોલ વિસ્તારમાં […]

Top Stories Ahmedabad Trending Videos
vs hospital 1 અકસ્માતમાં વળતરની સરકારી જાહેરાતની ઐસીતૈસી, વીએસ હોસ્પિટલે યુવક પાસે મંગાવ્યા રૂપિયા

ગુજરાતના કોઇપણ ખૂણે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

રાજયના કોઇપણ ખૂણામાં થયેલા અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને પ્રથમ 48 કલાકની સારવાર માટેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ ખર્ચની મર્યાદા રૂ. ૫૦ હજાર સુધીની રહેશે. પરંતુ અમદાવાદના નારોલ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનનાર રાજુ નામના વ્યક્તિની રૂપિયાના અભાવે મોડી સારવાર શરુ થઈ.

અકસ્માતનો ભોગ બનનાર રાજૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે વી.એસ. હોસ્પિટલ દ્વારા 3 સીટીસ્કેનના રૂ.1500 જમા કરાવવા કહેવામાં આવ્યુ. ત્યારે મજૂરી કામ કરતા પરિવાર પાસે રૂપિયા ન હોવાથી સારવાર થઈ શકી નહી..

હોસ્પિટલમાં આવેલા સેવાભાવી યુવકોએ સરકારની યોજના અંગે હોસ્પિટલને જાણ કરી મફતમાં સારવાર આપવા રજૂઆત કરી.  જેના જવાબમાં હોસ્પિટલ તંત્ર દ્વારા આવો પરિપત્ર હજૂ આવ્યા ન હોવાનો જવાબ મળ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે  જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૨૩,૩૦૯ અકસ્માતની નાની-મોટી ઘટનાઓ બને છે, જેમાંથી દર વર્ષે ૬,૪૮૩ વ્યક્તિઓના મોત નીપજે છે. આથી આવા અકસ્માતોની ઘટનામાં ઘાયલ વ્યક્તિઓને સારવાર માટેના પ્રથમ 48 કલાકનો સમય ભારે કૃશિયલ (કટોકટી વાળો) હોય છે. આ સમય દરમિયાન જો આવી વ્યક્તિને તાત્કાલિક સારવાર ન મળે તો તેનું મૃત્યુ પણ થઇ શકતું હોય છે. આ સંજોગોમાં અકસ્માતની ઘટનામાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળે તે અતિઆવશ્યક છે.

ત્યાર બાદ યુવકોએ પોતાના રુપિયા જમા કરાવી સારવાર શરૂ કરાવી હતી. ત્યારે સવાલ થાય છે કે સરકારની જાહેરાત બાદ આમ જનતા સુધી યોજના ક્યા અટવાઈ જાય છે? તે જોવામાં આવતુ નથી. તેનો ભોગ આમ આદમીને બનવુ પડે છે.