Not Set/ બેનામી સંપત્તિ અંગેની જાણકરી આપનારને કયા પ્રકારની માહિતી આપવાની રહેશે તેમજ આ માટે કયા નીતિ-નિયમો છે, જાણો

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં બેનામી સંપત્તિ પર લગામ લગાવવા માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે  હવે મોદી સરકારે આ અંગે વધુ એક એલાન કરવામાં આવ્યું છે. ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા બેનામી સંપત્તિ ઉજાગર કરવા માટે “બેનામી ટ્રાન્સફર સુચના રિવાર્ડ યોજના ૨૦૧૮”ની શરૂઆત કરાઈ છે. આ યોજના હેઠળ વિદેશમાં પડેલા અજાણ્યા કાળા નાણાંની જાણકારી આપનાર વ્યક્તિને ૫ કરોડ રૂપિયાની ઇનામી […]

India Trending
shutterstock 589737026 e1 બેનામી સંપત્તિ અંગેની જાણકરી આપનારને કયા પ્રકારની માહિતી આપવાની રહેશે તેમજ આ માટે કયા નીતિ-નિયમો છે, જાણો

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં બેનામી સંપત્તિ પર લગામ લગાવવા માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે  હવે મોદી સરકારે આ અંગે વધુ એક એલાન કરવામાં આવ્યું છે.

ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા બેનામી સંપત્તિ ઉજાગર કરવા માટે “બેનામી ટ્રાન્સફર સુચના રિવાર્ડ યોજના ૨૦૧૮”ની શરૂઆત કરાઈ છે. આ યોજના હેઠળ વિદેશમાં પડેલા અજાણ્યા કાળા નાણાંની જાણકારી આપનાર વ્યક્તિને ૫ કરોડ રૂપિયાની ઇનામી રાશી મળશે, જયારે બેનામી સંપત્તિ માટે એક કરોડ રૂપિયા તેમજ ટેક્સ ચોરીની માહિતી આપવા માટે ૫૦ લાખ રૂપિયા આપવામાં આવશે.

આ તમામ પ્રકારની ઇનામ રાશિ ઇન્કમટેક્ષ એક્ટ,૧૯૬૧ હેઠળ આપવામાં આવશે.

આ યોજના હેઠળ જયારે કોઈ વ્યક્તિ પ્રોહિબીશન યુનિટ્સમાં જોઈન્ટ તેમજ એડિશનલ કમિશનર સમક્ષ કોઈ આ પ્રકારની સંપત્તિ અંગે જાણકારી આપે છે ત્યારે તે વ્યક્તિને આ ઇનામ મળશે.

જો કે સરકાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, આ ઇનામ પ્રાપ્ત કરનારા વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે, પરંતુ જે તે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી જાણકરી ખોટી સાબિત થશે તો તેઓને ઇનામ આપવામાં આવશે નહીં.

જાણો, બેનામી સંપત્તિ અંગેની જાણકરી આપનારા વ્યક્તિઓએ કયા પ્રકારની માહિતી આપવાની રહેશે તેમજ આ માટે કયા નીતિ-નિયમો છે : 

letter-it-informants-rewards-scheme-5 cr.

letter-benami-informants-rewards-scheme-1-5-18