Finance minister/ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ-નાણાં મંત્રી સીતારમન

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સમાં બોલતા આત્મનિર્ભરતા પર મુક્યો ભાર

Top Stories India
Beginners guide to 2024 04 20T193543.285 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ-નાણાં મંત્રી સીતારમન

2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ-નાણાં મંત્રી સીતારમન

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સમાં બોલતા આત્મનિર્ભરતા પર મુક્યો ભાર

નાણાં મંત્રી નિર્મલા સીતારમને શનિવારે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)માં આયોજીત એક વાતચીત દરમિયાન 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ ફક્ત હવા-હવાઈ વાતો નથી પરંતુ તે પ્રાપ્ત કરવા યોગ્ય લક્ષ્ય છે, એમ કહ્યું હતું. તેમણે આત્મનિર્ભરતા પર ભાર મુકતા કહ્યું કે આપણે ફક્ત ચીજોની આયાત ન કરી શકીએ. આપણે જે પણ જોઈશે તેનું ઉત્પાદન કરવું પડશે.

સીતારમને સર્વિસીસ અને મેન્યુફેકચરિંગ બન્ને ક્ષેત્રોમાં વિકાસની આવશ્યક્તા પર ભાર મુક્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે 2014 બાદથી ભારતીય અર્થવ્યવસ્થાની બહાલી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે એક કેસ સ્ટડી છે. તેમણે કહ્યું કે બેંન્કોની મજબૂત સ્થિતી બેંકિંગ ક્ષેત્રમાં બદલાવ અને 2014 થી સરકાર દ્વારા શરૂ કરાયેલા સુધારાને રેખાંકિત કરે છે. તેમણે પડકારરૂપ પરિસ્થિતીઓ વચ્ચે બેન્કોના વિલયને પ્રભાવી રીતે પ્રબંધિત કરવા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ભારતીય બેંકિંગ સેક્ટરની પ્રશંસા કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે 2027 સુધી વિકસિત ભારતનો સંકલ્પ ફક્ત એચલા માટે નિર્ધારિત નથી કરાયો તે તે સમયે આઝાદીની 100મી વર્ષગાંઠ હશે. આ સમય એટલા માટે નક્કી કરાયો છે કે આગળના 25 વર્ષોમાં આપણે ઠોસ પ્રયાસ કરીને તે લક્ષ્ય સુધી પહોંચવામાં સક્ષમ બની શકીએ છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ