Not Set/ video: જયંતિ ભાનુશાળીના કેસ મામલે નવો વળાંક, પૈસા પડાવવાનું પીડિતાનું કાવતરૂ: પૂર્વ પતિ

સુરત સુરતમાં ચકચારી જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં મામલે નવો વળાંક આવ્યો છે. પીડિતાના પૂર્વ પતિએ પ્રેસ કોન્ફરન્સ કરી પીડિતા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેના પૂર્વ પતિએ જણાવ્યું હતું કે પીડિતા પહેલીથી જ લોકોને બ્લેકમેલ કરાવાની પ્રવૃતિમાં સંકળાયેલી છે તેને પહેલા પણ કેટલા લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા છે. મહિલાના પૂર્વ પતિએ દાવો કર્યો હતો […]

Ahmedabad Top Stories Gujarat Surat Trending Videos
rain 33 video: જયંતિ ભાનુશાળીના કેસ મામલે નવો વળાંક, પૈસા પડાવવાનું પીડિતાનું કાવતરૂ: પૂર્વ પતિ

સુરત

સુરતમાં ચકચારી જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં મામલે નવો વળાંક આવ્યો છે. પીડિતાના પૂર્વ પતિએ પ્રેસ કોન્ફરન્સ કરી પીડિતા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેના પૂર્વ પતિએ જણાવ્યું હતું કે પીડિતા પહેલીથી જ લોકોને બ્લેકમેલ કરાવાની પ્રવૃતિમાં સંકળાયેલી છે તેને પહેલા પણ કેટલા લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા છે.

મહિલાના પૂર્વ પતિએ દાવો કર્યો હતો કે, હું જ્યારે ધોરણ-10માં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારથી આ યુવતી સાથે સંબંધ હતા. આ મહિલા પૈસા માટે જ બધું કરે છે.

રાજકીય નેતાઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેની ક્લિપિંગ ઉતારે છે. આવી અન્ય ચારથી પાંચ યુવતીઓ છે, જેમણે 70થી 80 લોકોને ફસાવ્યા છે.

સુરતમાં ચકચારી જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં જયંતિ ભાનુશાળીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સુરતની સરથાણા પોલીસે જયંતિ ભાનુશાળીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. દુષ્કર્મના થયેલા આરોપ મામલે જવાબ લખાવવા માટે જયંતિ ભાનુશાળીને CRPC ની કલમ 170 મુજબ સમન્ય પાઠવાયું છે.

યુવતીના પૂર્વ પતિએ વધુમાં જણાવ્યું હતું કે,  હું જયંતિ ભાનુશાલીને ક્યારેય મળ્યો નથી. મને કોઈ છબિલ પટેલ નામના રાજકીય નેતાઓ પૈસા માટે ફોન કર્યો હતો. અન્ય કોઈ લોકો આ યુવતીનો શિકાર ન બને તે માટે હું મીડિયા સામે આવ્યો છું.

મેં કાપોદ્રા પોલીસ મથકે આ અંગેનું નિવેદન નોંધાવ્યું છે. યુવતી જ નહીં તેનો પરિવાર પણ લોકોને ફસાવીને પૈસા પડાવે છે. પીડિતાના પિતા સામે ચોરીની ફરિયાદ પણ દાખલ છે.

યુવતીએ મારી પાસે પણ 20થી 25 લાખ પડાવ્યા છે. તે મારી સાથે હતી ત્યારે પણ અન્ય યુવકો સાથે સંબંધ રાખતી હતી. મારી સામે જ તે અન્ય યુવક સાથે વાતચીત કરતી હતી. સુરતના એક વેપારી પાસેથી પણ તેણે પૈસા પડાવ્યા છે.

તો બીજી તરફ અમદાવાદની ઉમેદ હોટલમાં તપાસ કરવા માટે સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ પહોંચી હતી અને હોટલ ઉમેદમાં સઘન તપાસ હાથ ધરી હતી. હોટલના જે રૂમમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો યુવતીએ આરોપ કર્યો છે. તે રૂમનું પંચનામું કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પોલીસ પીડિતાને લઈને પાછલા દરવાજેથી રવાના થઈ ગઈ હતી.

મહત્વનું છે કે પીડિતા યુવતીએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે અને આ દુષ્કર્મ હોટલ ઉમેદમાં આચર્યું હોવાનું અને તેની વિડિયો ક્લિપ પણ બનાવી હોવાનું પીડિતાનું કહેવું છે. ત્યારે પોલીસ હવે રહી રહીને આ કેસમાં આરોપી જયંતિ ભાનુશાળી સામે કાર્યવાહી કરી રહી  હોય તેવું લાગી રહ્યું છે.