Not Set/ IIM અમદાવાદમાં કોરોનાએ માથું ઊંચક્યું એક જ દિવસમાં 35 લોકો પોઝિટિવ

કોરોનાના કેસો શહેરમાં વધી રહ્યા છે.  કોરોનાની બીજી લહેરમાં  વધુ ઝડપી અને વધુ લોકો સંક્રમિત થયા છે. અમદાવાદ IIM માં આજે 135ના 118 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા..જેમાંથી 35 લોકો પોઝિટિવ આવ્યા હતા.જ્યારે ગઈ કાલે 113 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 લોકો પોઝિટિવ થયા હતા. આમ 20 અને 21 એપ્રિલે કુલ 231 ટેસ્ટ કરવામાં […]

Ahmedabad Gujarat
Untitled 267 IIM અમદાવાદમાં કોરોનાએ માથું ઊંચક્યું એક જ દિવસમાં 35 લોકો પોઝિટિવ

કોરોનાના કેસો શહેરમાં વધી રહ્યા છે.  કોરોનાની બીજી લહેરમાં  વધુ ઝડપી અને વધુ લોકો સંક્રમિત થયા છે. અમદાવાદ IIM માં આજે 135ના 118 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા..જેમાંથી 35 લોકો પોઝિટિવ આવ્યા હતા.જ્યારે ગઈ કાલે 113 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 લોકો પોઝિટિવ થયા હતા. આમ 20 અને 21 એપ્રિલે કુલ 231 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં .જેમાંથી 43 લોકો કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. હાલમાં આઇઆઇએમ કેમ્પસમાં કુલ 130 જેટલા એક્ટિવ કેસ છે.

માર્ચ મહિનામાં 6 વિધાર્થીઓ ક્રિકેટ મેચ જોવા ગયા હતા. જેમાંથી 5 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ 5 વિધાર્થીઓએ પરીક્ષા આપવા માટે કોરોના હોવાનું છુપાવ્યું હતું અને ત્યારબાદ IIMમાં કોરોનાના કેસોનો રાફડો ફાટી નિકળ્યો છે. છેલ્લા એક અઠવાડિયા માં જ IIM કેમ્પસમાં 84 કેસ આવ્યા છે.aa 2 IIM અમદાવાદમાં કોરોનાએ માથું ઊંચક્યું એક જ દિવસમાં 35 લોકો પોઝિટિવ