અમદાવાદ/ રાજયના આ બે શહેરો માં આ વખતે પણ તાજિયાના ઝુલુસ નહી નીકળે, ધાર્મિક સ્થાન પર જ વિધી કરાશે

કોરોના લીધે ધાર્મીક સ્થાન પર જ તમામ વિધી કરવામાં આવશે અને તાજીયા ઠંડા કરવા માટે ઝુલુસ કાઢવાની મનાઈ ફરમાવામાં આવી છે

Ahmedabad Gujarat
Untitled 165 રાજયના આ બે શહેરો માં આ વખતે પણ તાજિયાના ઝુલુસ નહી નીકળે, ધાર્મિક સ્થાન પર જ વિધી કરાશે

કોરોના ની બીજી લહેર  ખુબ જ ભયંકર જોવા મળ્યું હતું જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં સરકાર દ્વારા  કોરોના કેસ નિયંત્રણ માં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા જેમના પગલે સરકાર દ્વારા આ વખતે  તહેવારો માં આ  વખતે  મેળા ભરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો ત્યારે  કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમના દિવસે તાજીયા ના ઝુલુસ નહી નીકળે. જેમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી અને તાજીયા કમિટી દ્વારા સંયુક્ત નિર્ણય લઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુસ્લિમ આગેવાનોએ નાયબ પોલીસ કમિશ્નર સાથે મહોરમ અંગે ચર્ચા વિચારણા કરી તાજીયાના ઝુલુસ ન કાઢવા નિર્ણય લીધો છે.

આ પણ વાંચો :15 ઓગસ્ટ થી માયાનગરીનાં મોલ્સ ફરીથી ધમધમશે, રસીના બંને ડોઝ લેનારને જ મળશે એન્ટ્રી

ધાર્મીક સ્થાન પર જ તમામ વિધી કરવામાં આવશે અને તાજીયા ઠંડા કરવા માટે ઝુલુસ કાઢવાની મનાઈ ફરમાવામાં આવી છે.. સંભવિત ત્રીજી લહેરને ટાળવા  જનતાને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસે અપીલ કરી છે. જો નાગરિકો નિયમોનું પાલન નહિ કરે તો એપેડમીક એક્ટ હેઠળ તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :વરરાજાએ તેના લગ્નમાં માથાથી પગ સુધી લાંબો સેહરા પહેર્યો , તમે જોઈને ચોંકી જશો

આ ઉપરાંત તાજિયા કમિટીના ચેરમેન પરવેઝ મોમીને જણાવ્યું કે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ સાહેબ ના દોહિત્ર હઝરત ઈમામ હુસેન તથા તેમના 72 સાથીઓએ સત્ય અને માનવતાના મૂલ્યોના રક્ષણ માટે વહોરેલી શહાદતણી યાદમાં શુકવારે 19-08- 2021ના રોજ કતલની રાત અને 20-08-2021 ના રોજ ” યવ્મે આશુરા ” તરીકે ઉજવવામાં આવશે.