Not Set/ pnb સ્કેમ : મેહુલ ચોકસીના સહયોગી કુલકર્ણીની EDએ કરી ધરપકડ

કલકત્તા, પંજાબ નેશનલ બેંક (PNB)માં ૧૩૦૦૦ કરોડ કરતા વધુ રૂપિયાના કૌભાંડને લઈ કાર્યવાહી કરી રહેલી EDને આ મામલે મોટી સફળતા મળી છે. ED દ્વારા ભાગેડુ કૌભાંડી મેહુલ ચોકસીના સહયોગી દીપક કુલકર્ણીની કલકત્તાથી ધરપકડ કરવામાં આવી છે. દીપક કુલકર્ણી હોંગકોંગથી ભારત પાછો ફરી રહ્યો હતો ત્યારે ED દ્વારા તેઓને એરપોર્ટ પર પકડી પાડવામાં આવ્યો હતો. Deepak […]

Top Stories India Trending
DrSlWOgWkAEJkLZ pnb સ્કેમ : મેહુલ ચોકસીના સહયોગી કુલકર્ણીની EDએ કરી ધરપકડ

કલકત્તા,

પંજાબ નેશનલ બેંક (PNB)માં ૧૩૦૦૦ કરોડ કરતા વધુ રૂપિયાના કૌભાંડને લઈ કાર્યવાહી કરી રહેલી EDને આ મામલે મોટી સફળતા મળી છે. ED દ્વારા ભાગેડુ કૌભાંડી મેહુલ ચોકસીના સહયોગી દીપક કુલકર્ણીની કલકત્તાથી ધરપકડ કરવામાં આવી છે.

દીપક કુલકર્ણી હોંગકોંગથી ભારત પાછો ફરી રહ્યો હતો ત્યારે ED દ્વારા તેઓને એરપોર્ટ પર પકડી પાડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, દીપક કુલકર્ણી હોંગકોંગમાં મેહુલ ચોકસીની કંપનીમાં ડાયરેક્ટર હતો તેમજ તેના વિરુધ CBI અને ED દ્વારા લુકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંક (PNB)ની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચના અમુક કર્મચારીઓ સાથે મળીને ૧૩૦૦૦ કરોડ કરતા વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યા બાદ દેશ છોડીને ભાગી ગયેલા મેહુલ ચોકસી વિરુધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોંગકોંગથી ભારત પહોચેલા દીપક કુલકર્ણીને કલકત્તા એરપોર્ટ પરથી જ પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ED દ્વારા આરોપીને મુંબઈ લઈ જવા માટે ટ્રાન્જિટ રિમાન્ડ માંગશે.