Not Set/ ‘ આઈ લવ મુસ્લિમ ‘ કહેવાની મળી સજા

બેંગલુરુના ચિકમંગલુરમાં એક છોકરીને વ્હોટસએપ ચેટ દરમ્યાન ‘આઈ લવ મુસ્લિમ’ કહેવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે. બીકોમમાં અભ્યાસ કરતી ધન્યાશ્રી તેના મિત્ર સંતોષ સાથે ધર્મની બાબતે ચેટ કરતી હતી. તે વખતે તેણે આ વાક્યનો ઉપયોગ કર્યો હતો. સંતોષે તેને પ્રો-મુસ્લિમ ભાષા બોલવા અંગે ચેતવી હતી અને તેમની ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. […]

India
' આઈ લવ મુસ્લિમ ' કહેવાની મળી સજા

બેંગલુરુના ચિકમંગલુરમાં એક છોકરીને વ્હોટસએપ ચેટ દરમ્યાન ‘આઈ લવ મુસ્લિમ’ કહેવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે. બીકોમમાં અભ્યાસ કરતી ધન્યાશ્રી તેના મિત્ર સંતોષ સાથે ધર્મની બાબતે ચેટ કરતી હતી. તે વખતે તેણે આ વાક્યનો ઉપયોગ કર્યો હતો.

સંતોષે તેને પ્રો-મુસ્લિમ ભાષા બોલવા અંગે ચેતવી હતી અને તેમની ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. ત્યારબાદ ભાજપ, બજરંગદળ અને વીએચપીના યુવાનોએ તેને માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું હતુ. એટલું જ નહિ પણ ધન્યાશ્રીના કેટલાક ફોટા પણ વાયરલ કર્યા હતા.

અંતે અત્યંત તંગ આવીને નિરાશ થયેલી ધન્યાશ્રીએ આત્મહત્યા કરી દીધી. પોલીસને તેના રૂમમાંથી એક નોટ પણ મળી આવી છે જેમાં તેણે લખ્યું છે, કે આ ઘટના ને લીધે તેની જિંદગી અને અભ્યાસ બરબાદ થઇ ગયા. એક માત્ર ત્રણ શબ્દો કહેવાની સજામાં ધન્યાશ્રીને આત્મહત્યાની ભેટ મળી.