ગજબ/ ભારત-પાક. મેચ દરમિયાન ‘સ્વિગી’ને કોન્ડોમના અધધ ઓર્ડર મળ્યા!!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ જોવા માટે 1 લાખથી વધુ લોકો આવ્યા હતા.

India Trending
YouTube Thumbnail 2023 10 15T151601.884 ભારત-પાક. મેચ દરમિયાન 'સ્વિગી'ને કોન્ડોમના અધધ ઓર્ડર મળ્યા!!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ જોવા માટે 1 લાખથી વધુ લોકો આવ્યા હતા. રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે. મેચ દરમિયાન ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી (swiggy)ને 3509 કોન્ડોમનો ઓર્ડર મળ્યો હતો. સ્વિગીએ પોતે ટ્વિટર પર આ માહિતી આપી છે. સ્વિગીએ ટ્વિટર પર લખ્યું, ‘3509 કોન્ડોમના ઓર્ડર આપવામાં આવ્યા છે.’ સ્વિગીની આ પોસ્ટ પર યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે.

ડ્યુરેક્સ ઈન્ડિયાએ પણ ટિપ્પણી કરી હતી

કોન્ડોમ મેકર કંપની ડ્યુરેક્સ ઇન્ડિયાએ પણ સ્વિગીની આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે. Durex Indiaએ લખ્યું, ‘અમે આશા રાખીએ છીએ કે તમામ 3509 યાદગાર પ્રદર્શન સાથે સમાપ્ત થાય.’

પ્રતિ મિનિટ 250 બિરયાની ઓર્ડર

માત્ર કોન્ડોમ જ નહીં લોકોએ મેચ દરમિયાન બિરયાનીનો ઓર્ડર પણ આપ્યો હતો. સ્વિગીએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન તેને પ્રતિ મિનિટ 250 થી વધુ બિરયાનીનો ઓર્ડર મળ્યો હતો. મેચની શરૂઆતથી, સ્વિગી પર પ્રતિ મિનિટ 250 બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું, ‘ચંદીગઢના એક પરિવારે એક સાથે 70 બિરયાનીનો ઓર્ડર આપ્યો. એવું લાગે છે કે તેઓ પહેલેથી જ ઉજવણી કરી રહ્યા હતા.’ કેટલાક વપરાશકર્તાઓ સ્વિગીની આ પોસ્ટ પર ટિપ્પણીઓમાં ડિસ્કાઉન્ટ કોડની માંગ કરતા જોવા મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 ભારત-પાક. મેચ દરમિયાન 'સ્વિગી'ને કોન્ડોમના અધધ ઓર્ડર મળ્યા!!


આ પણ વાંચો: Israel Hamas War/ ગાઝામાં ઇઝરાયેલનો નાસભાગ ચાલુ છે, બિડેને પીએમ નેતન્યાહૂ અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

આ પણ વાંચો: Jamnagar/ જામનગરમાંથી 21 હજારથી વધુ નશાકારક ચોકલેટ ઝડપાઈ

આ પણ વાંચો: Explainer/ અગ્નિવીર જવાનને ‘ગાર્ડ ઓફ ઓનર’ ન મળવાને લઈને શું છે સમગ્ર વિવાદ?