અકસ્માત/ સાબરકાંઠામાં STની અડફેટે 5 પશુઓના ઘટના સ્થળે જ મોત

ST બસે 10 પશુઓને  અડફેટે લીધા છે.  જેમાં પાંચ પશુઓના ઘટના સ્થળે જ મોત થયા છે. જયારે પાંચ પશુઓને ગંભીર ઈજા પહોંચી છે.

Gujarat Others
YouTube Thumbnail 60 3 સાબરકાંઠામાં STની અડફેટે 5 પશુઓના ઘટના સ્થળે જ મોત
  • સાબરકાંઠા: ST બસે 10 પશુઓને લીધા અડફેટે
  • હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર બની ઘટના
  • STની અડફેટે 5 પશુઓના ઘટના સ્થળે જ મોત
  • અન્ય પાંચ પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી

Sabarkantha News: સાબરકાંઠાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ST બસે 10 પશુઓને  અડફેટે લીધા છે.  જેમાં પાંચ પશુઓના ઘટના સ્થળે જ મોત થયા છે. જયારે પાંચ પશુઓને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલ પશુઓની સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.આ અકસ્માતની ઘટનાને પગલે પશુપાલકો અને સ્થાનિકોના ટોળા ઉમટ્યા છે. ST બસ ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સર્જાતા પોલીસ અને હિંમતનગર ST ડેપો મેનેજર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  વેટનરી ડોકટર અને પશુ વાનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

ગઈકાલે અમરેલીમાં એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. જેમા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ચલાલા- ખાંભા રોડ પર વાવડી પાસે બસે છકડાને ટક્કર મારી હતી. છકડામાં સવાર 4 પૈકી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોમાં એકની હાલત વધુ ગંભીર છે. ગંભીર રીતે ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પીએમ માટે ચલાલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 સાબરકાંઠામાં STની અડફેટે 5 પશુઓના ઘટના સ્થળે જ મોત


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો