સમસ્યા/ જીવનમાં છત માટે મહેનત થાય છે છતાંય છત વગરનાં મકાનમાં જીવન કાઢવું પડે ત્યારે….

વર્ષો જૂના ઇન્દિરા આવાસનાં મકાનોમાં અંદાજિત 450 જેટલા પરિવાર રહે છે ત્યારે આ પરિવારજનોને આ આવાસના જર્જરીત અને ગંભીર પરિસ્થિતિમાં તૂટેલા મકાનોમાં પોતાનું જીવન વીતાવુ પડી રહ્યું છે.

Top Stories Gujarat Vadodara
વડોદરા છત

એક તરફ વરસાદમાં લોકો મજા માણે છે અને બીજી ભારે વરસાદનાં કારણે સામાન્ય વ્યક્તિઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. તેવામાં વડોદરા શહેરમાં છેલ્લા ચાર વર્ષથી સમાવિષ્ટ વિસ્તાર એવા તરસાલીનાં આદર્શ નગરમાં આવેલા ઇન્દિરા આવાસનાં મકાનમાં રહેતા લોકોને ભયનાં ઓથા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. વડોદરા છત

વર્ષો જૂના ઇન્દિરા આવાસનાં મકાનોમાં અંદાજિત 450 જેટલા પરિવાર રહે છે ત્યારે આ પરિવારજનોને આ આવાસના જર્જરીત અને ગંભીર પરિસ્થિતિમાં તૂટેલા મકાનોમાં પોતાનું જીવન વીતાવુ પડી રહ્યું છે. કોઈના મકાનની છત તૂટી ગઈ છે, તો કોઈનો સ્લેબ નીકળી ગયો છે. 450 મકાનોની એક પણ ઈમારતમાં ખામી ન હોય તેવી નથી સાથે તો એક પણ ઇમારત રહેવા લાયક દેખાતી નથી.

વડોદરા છત

 અહીં રહેતા નાગરિકોને ત્રણ વર્ષથી મહાનગર સેવા સદન દ્વારા શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યાના કારણે ટેક્સ પણ ભરવો પડે છે અને તેમ છતાં પણ તેમને પાયાની સુવિધા પણ નથી મળી રહી, નથી ગટર યોજના કે નથી સફાઈની વ્યવસ્થા. અંદાજિત 30 30 વર્ષોથી રહેતા આ પરિવારજનો અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના માટે કોઈ યોગ્ય વ્યવસ્થા થાય અથવા તો આ જ મકાનોની જરૂરી એવી મરમ્મત થાય જેથી વગર છતના અને તૂટેલા સ્લેબ વાળા આ મકાનમાં રેહતા લોકોનું આગળનું જીવન અટવાઈ ન જાય અને કોઈ આકસ્મિક ઘટના ન સર્જાય.

વડોદરા છત

ત્યારે આદર્શ નગરના ઇન્દિરા આવાસના આ મકાનોમાં રહેતા વડીલો બાળકો અને નાગરિકો વહીવટી તંત્ર પાસે પણ અપેક્ષા રાખી રહ્યા છે કે જલ્દીથી તેમની આ સમસ્યાનું નિવારણ આવે અને ભયના ઓથા હેઠળ જીવતા આ લોકોનું જીવન પોતાના જ ઘરમાં જે અસુરક્ષિતતા અનુભવી રહ્યું છે તેમાંથી મુક્તિ મળે. મહત્વનું છે કે મહાનગર સેવાસદન દ્વારા અહીં રહેતા નાગરિકોને આ આવાસ માંથી નીકળી જવા માટે નોટિસ પણ આપી દેવાઇ છે પરંતુ અહીંના લોકોના કહેવા પ્રમાણે અહીંથી નીકળીને તેઓ જાય ક્યાં??  તે પણ સૌથી મોટો સવાલ છે. તંત્ર આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે. કાગળ અને નોટીસથી વધુ આગળ કામ જમીન ઉપર થાય તે પણ જરૂરી છે.

આ પણ વાંચો : સુરતમાં યુવાનો આરોગે એ પહેલા રૂ.14,32,800નું અફીણ પોલીસે પકડ્યું | અફીણ સાથે પકડાયેલા શખ્સે એવું કહ્યું કે….