Not Set/ રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં બનશે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ

રાજકોટ, AIIMSમી જાહેરાત બાદ રાજકોટવાસીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં સંપન્ન થયા છે. આ સમજૂતિ કરાર મુજબ રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર […]

Top Stories Gujarat Surat
mantavya 196 રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં બનશે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ

રાજકોટ,

AIIMSમી જાહેરાત બાદ રાજકોટવાસીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં સંપન્ન થયા છે.

આ સમજૂતિ કરાર મુજબ રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ થશે.

આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280 થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તિવ્ર ગતિ 5,375 કીલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ [એ 320-200], બોઇંગ [બી 737-900] જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે.

આ સુચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્ષી-વે રહેશે. તથા એપ્રન, રેપીડ એક્ઝીટ ટેક્ષી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે.

સમગ્રતયા આ એરપોર્ટ 1033 હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે, તેમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન હશે, 524 એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે અને એવીએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ થનાર છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટના નિર્માણનો સમગ્રતયા રૂ. 2500 કરોડનો ખર્ચ તબક્કા વાર એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે.

આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ અને સીવીલ એવીશન-પ્રવાસન અગ્ર સચિવ એસ.જે. હૈદર ઉપસ્થિત રહ્યા હતા.

સમજૂતિ કરાર ઉપર  એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના રાજકોટ એરપોર્ટના નિયામક શ્રી બસબકાંતી દાસ અને ગુજરાતના સરકારના સીવીલ એવીએશન નિયામક કેપ્ટન અજય ચૌહાણે હસ્તાક્ષર કર્યા હતા.