Gujarat politics/ ગુજરાતના AAP ધારાસભ્યએ અલગ રાજ્ય ‘ભીલિસ્તાન’ની ઉઠાવી માંગ

ડેડિયાપાડાના આદિવાસી નેતા ચૈતર વસાવાએ હવે આદિવાસીઓ માટે અલગ રાજ્યની માંગણી કરી છે. AAP ધારાસભ્યએ અલગ રાજ્યનું નામ ‘ભીલીસ્તાન’ રાખવાની ફોર્મ્યુલા પણ આપી છે.

Top Stories Gujarat Others
'ભીલીસ્તાન'

ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી પ્રથમ વખત ચૂંટણી જીતેલા ડેડિયાપાડાના આદિવાસી નેતા ચૈતર વસાવાએ હવે આદિવાસીઓ માટે અલગ રાજ્યની માંગણી કરી છે. AAP ધારાસભ્યએ અલગ રાજ્યનું નામ ‘ભીલીસ્તાન’ રાખવાની ફોર્મ્યુલા પણ આપી છે.

વાસ્તવમાં દેશ આઝાદ થયો ત્યારે આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી હતી, પરંતુ હવે 75 વર્ષ બાદ ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ભીલીસ્તાનની માંગ માટે આંદોલન કરવાની વાત કરી છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

ભીલીસ્તાનની માંગ અંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમારી આ માંગણી આજનો મુદ્દો નથી, આ માંગ ચાર રાજ્યોના આદિવાસીઓની માંગણી છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીઓનો સમાવેશ થાય છે. આ માંગ ગુજરાત બહારથી પણ એટલી જ ઉભી કરવામાં આવી હતી. આ માંગ આમ આદમી પાર્ટી દ્વારા નહીં પરંતુ અહીંના સ્થાનિક આદિવાસી લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

ભીલીસ્તાન માટે ચૈતર વસાવાની માંગણીથી રાજકારણ ગરમાયું છે. આ અંગે કોંગ્રેસના આદિવાસી આગેવાન અનંત પટેલે જણાવ્યું હતું કે, AAP ધારાસભ્ય દ્વારા અલગ રાજ્યને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે તે આગામી રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં આદિવાસી સમાજની વોટબેંક જીતવા માટે આપવામાં આવ્યું છે.

ભીલીસ્તાનમાં કયા રાજ્યના કેટલા જિલ્લા છે?

ચૈતર વસાવાએ ભીલીસ્તાન નામના નવા રાજ્યની માંગણી કરી છે, જેમાં રાજસ્થાનના પાલી, રાજસમંદ, ઉદયપુર, ડુંગરપુર, ચિત્તોડ, પ્રતાપગઢ જેવા જિલ્લાઓ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના મંદસૌર, નીમચ, રતલામ, ઝાબુઆ અને ધાર, મહારાષ્ટ્રના ભરવાની અને ગુજરાતના દાહોદ, પંચમહાલ, નર્મદા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. જેનો નકશો અંગ્રેજો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો તે પણ ચૈતર વસાવાએ ટ્વીટ કર્યો હતો.

ભાજપે દેશને તોડવાનો પ્રયાસ કહ્યો

જો કે ગુજરાત ભાજપના મહામંત્રી રજની પટેલે આ અંગે જણાવ્યું હતું કે, દેશને તોડવાનો કોઈપણ પ્રયાસ ક્યારેય સફળ થવા દેશે નહીં. દેશ આઝાદ થયો ત્યારથી ભીલીસ્તાનની માંગને લઈને અલગ-અલગ મંતવ્યો જોવા મળી રહ્યા છે, જો કે હવે ગુજરાતમાં ભીલીસ્તાનની માંગ AAPના નેતા દ્વારા કરવામાં આવી છે, જે અગાઉ છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ કરતી હતી.

આ પણ વાંચો:ચૈતર વસાવાની ચેલેન્જને ભાજપના સાંસદે સ્વીકારી, કહ્યું, હું રાજપીપળા આવીશ

આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…

આ પણ વાંચો:પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બંધ થવાના આરે? જાણો શા માટે દેશ છોડવા મજબૂર બન્યા પાયલોટ્સ

આ પણ વાંચો:વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એકશનમાં, 14થી વધુ લોકોની કરવામાં આવી અટકાયત, પોલીસ કાફલો ખડકાયો

આ પણ વાંચો:વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ