Not Set/ BJP નેતાએ કહ્યું, સરકારી ખજાના પર બોજો બન્યા સિદ્ધુ, કામ કર્યા વિના લઇ રહ્યા છે સુવિધાનો લાભ

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના રાષ્ટ્રીય સચિવ તરુણ ચુગે પંજાબના રાજ્યપાલ વી પી સિંહ બદનૌરને પત્ર લખ્યો લખી વિભાગ બદલ્યાના એક મહિના પછી પણ પદભાર ન સંભાળનાર કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ સામે પગલાં લેવાની માંગ કરી હતી. તેઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સિદ્ધુ સરકારી કાર્ય વિના બધી સરકારી સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે […]

Top Stories India
wsajd 3 BJP નેતાએ કહ્યું, સરકારી ખજાના પર બોજો બન્યા સિદ્ધુ, કામ કર્યા વિના લઇ રહ્યા છે સુવિધાનો લાભ

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના રાષ્ટ્રીય સચિવ તરુણ ચુગે પંજાબના રાજ્યપાલ વી પી સિંહ બદનૌરને પત્ર લખ્યો લખી વિભાગ બદલ્યાના એક મહિના પછી પણ પદભાર ન સંભાળનાર કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ સામે પગલાં લેવાની માંગ કરી હતી.

તેઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સિદ્ધુ સરકારી કાર્ય વિના બધી સરકારી સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે અને તેઓ સરકારી ખજાના પર બોજ બની ગયા છે.

જણાવીએ કે  ચુગે મીડિયા સામે 6 જુલાનો પત્ર શેર કર્યો જેમાં તેમણે લખ્યું છે કે લોકસભાની ચૂંટણી બાદ કેબિનેટની ફેરબદલમાં સ્થાનિક નિકાય મંત્રીને ઉર્જા અને નવીનીકરણ ઉર્જા વિભાગ સોંપ્યો હતો, પરંતુ તે આજે ‘ અજ્ઞાતવાસ’માં ચાલી ગયા છે. અને અત્યાર સુધી નવો વિભાગ નથી સંભાળ્યો,સંભવિત સંકટ ઉભું થઇ ગયું છે.

ચુગે આરોપ મૂક્યો છે કે મંત્રીની ગેરહાજરીમાં વિભાગનું કામ અટકી ગયું છે અને અઘોષિસ વીજળી કટોતી અને દરમાં વધારાથી ફરિયાદો આવી રહી છે. ચુગના જણાવ્યા પ્રમાણે, સંભવતઃ આ પહેલીવાર છે કે એક પ્રધાન મુખ્યમંત્રીના આદેશોને અનુસરતો નથી અને તે તેના વિભાગના હવાલો સંભાળતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.