નવી દિલ્હી,
ગત શુક્રવારથી કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પર નીકળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રથમ તસ્વીર તેમજ એક વીડિયો સામે આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી યાત્રા પર આવેલા અન્ય શ્રદ્ધાળુઓ સાથે તસ્વીરોમાં જોઈ શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાશ માનસરોવરની યાત્રા દરમિયાન ઉપર ચઢવા માટેનો રસ્તો ખુબ મુશ્કેલ છે. આ દરમિયાન યાત્રાળુઓ ખચ્ચરની મદદથી પોતાની સફર પૂર્ણ કરતા હોય છે, પરંતુ રાહુલ ગાંધીએ આ મુશ્કેલીભરી યાત્રા પગપાળા પૂરી કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિના કોઈ રુકાવટ વગર ૧૩ કલાકમાં ૩૪ કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા હતા. શુક્રવાર સવારે જે વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ આ સફર પૂર્ણ કર્યા બાદ કેમ્પમાં પાછા ફરી રહ્યા છે.
આ પહેલા પણ રાહુલ ગાંધીએ પોતાની યાત્રાને લઇ કેટલાક અનુભવો શેર કર્યા હતા.
https://twitter.com/RahulGandhi/status/1037185035881902080
સોમવારે માનસરોવરની યાત્રાને લઇ પોતાના આધ્યાત્મિક અનુભવો શેર કરતા ભોલે ભક્ત રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “કોઈ પ વ્યક્તિ ત્યારે જ કૈલાશ જઈ શકે છે, જયારે તેઓ બોલાવે છે. હું આ સૌભાગ્ય પામીને ખુશ છું”.
બીજી બાજુ કૈલાશ માનસરોવરના તળાવની દિવ્યતા અને ભવ્યતા અંગે તેઓએ જણાવતા વર્તમાન સરકાર પર પણ ઈશારો ઈશારોમાં નિશાન સાધ્યું હતું.
https://twitter.com/RahulGandhi/status/1037200078673522699
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “માનસરોવર તળાવનું પાણી ખુબ જ શાંત, સ્થિર અને કોમળ છે. આ તળાવ બધું જ અર્પણ કરે છે અને સામે કઈ પણ લેતા નથી. આ પાણીને કોઈ પણ ગ્રહણ કરી શકે છે. આ કોઈ જ ધૃણા નહિ. તેથી જ ભારતમાં આ તળાવને પૂજવામાં આવે છે”.
કૈલાશ મોકલે છે આમંત્રણ
રાહુલ ગાંધીએ પોતાની પવિત્ર યાત્રા અંગે લખ્યું કે, “આ સૌભાગ્ય તેને જ મળે છે જેઓ કૈલાસ બોલાવે છે. કોઈ પણ વ્યક્તિ ત્યારે જ કૈલાસ માનસરોવર જાય છે, જયારે તેઓ દ્વારા બોલાવવમાં આવે છે. આ સૌભાગ્ય પામીને હું ખુબ જ ખુશી અનુભવી રહ્યો છું”.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, “આ પવિત્ર અને ખુશીથી ભરેલી યાત્રા દરમિયાન હું એ જે જોયું, તે અંગે હું તમારી સાથે શેર કરતો રહીશ”.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાસ માનસરોવરની આ યાત્રા ૧૨ દિવસની છે અને તેઓ ૧૨ સપ્ટેમ્બરના રોજ યાત્રા પરથી પાછા ફરી શકે છે.
બીજી બાજુ દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પોતાને એક હિન્દુત્વનો ચહેરો તરીકે સાબિત કરવા માંગતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મંદિરો, મઠ તેમજ ધાર્મિક સ્થળોની યાત્રા કરી રહ્યા છે.