Dharma & Bhakti News : સ્વપ્નશાસ્ત્ર (SwapnaShastra )અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, આપણે ઊંઘમાં જે કંઈ પણ જોઈએ છીએ તેનો કોઈને કોઈ ચોક્કસ સંકેત જરૂર હોય છે. કેટલીકવાર સવારે ઉઠ્યા પછી પણ અમુક સ્વપ્નો (your dreams)આપણા માનસપટ પર છવાયેલા રહે છે.
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, કેટલાંક ખાસ સ્વપ્નો ભવિષ્યમાં અચાનક થનારા આર્થિક લાભ, કરિયરમાં પ્રગતિ અને સમૃદ્ધિનો સ્પષ્ટ ઈશારો કરે છે.જો તમને પણ નિદ્રાધીન અવસ્થામાં આ 5 વિશેષ સંકેતો મળે, તો સમજી લો કે ટૂંક સમયમાં જ તમારા પર લક્ષ્મીજીની કૃપા વરસવાની છે
સ્વપ્નમાં દેવી-દેવતા કે મંદિરના દર્શન થવા
જો તમને સ્વપ્નમાં કોઈ દેવી-દેવતાના દર્શન (Viewing the Deities)થાય, પ્રજ્વલિત દીવો દેખાય કે તમે પોતે પૂજા-અર્ચના કરતા હોવ, તો આ અત્યંત શુભ સંકેત ગણાય છે. આનો અર્થ એ છે કે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને અણધાર્યા માર્ગેથી મોટો આર્થિક લાભ (Moneymaking ) પ્રાપ્ત થશે.
સોનું કે રોકડ રકમ દેખાવી
સ્વપ્નશાસ્ત્ર મુજબ, ઊંઘમાં અચાનક પુષ્કળ સોનું કે નોટોની થપ્પીઓ દેખાવી એ દર્શાવે છે કે તમારા પર મા લક્ષ્મીના આશીર્વાદ વરસવાના છે. આવું સ્વપ્ન નાણાકીય સ્થિતિ મજબૂત થવા અને અચાનક ધનપ્રાપ્તિનો સાચો ઈશારો આપે છે.
નવા વૃક્ષ કે છોડ રોપતા જોવું
જો તમે સ્વપ્નમાં પોતાને કે અન્ય કોઈ વ્યક્તિને નવા છોડ કે વૃક્ષ વાવતા જુઓ, તો ભવિષ્ય પુરાણ મુજબ આ સફળતાનું પ્રતિક છે. નજીકના ભવિષ્યમાં તમને વ્યાપારમાં ધમાકેદાર સફળતા, મનપસંદ નોકરી કે કરિયરમાં ઉચ્ચ પદ મળી શકે છે.
પર્વત ચઢવો કે નદી પાર કરવી
સ્વપ્નમાં ઊંચા પહાડો, આકાશમાં ચમકતા તારા કે પવિત્ર નદી પાર કરતા જોવું એ પરમ સૌભાગ્યની નિશાની છે. આ સંકેત આપે છે કે તમને ટૂંક સમયમાં જ કોઈ મોટી સંપત્તિ કે સ્થાવર મિલકતનો સુખદ લાભ મળવાનો છે.
નાચતો મોર કે શુભ જીવોના દર્શન
જો તમને સ્વપ્નમાં ખુશીથી નાચતો મોર, દરમાંથી બહાર આવતો નાગ કે પાણીનો કોઈ પ્રાકૃતિક સ્ત્રોત દેખાય, તો તે જીવનમાં આવનારા સકારાત્મક પરિવર્તનનો સંકેત છે. આવા સ્વપ્નો ગરીબી અને આર્થિક તંગી દૂર કરીને વ્યક્તિને ધનવાન બનાવ તરફ ઈશારો કરે છે.
