Sports News : IPL ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) IPL 2025 ની આગામી સીઝન માટે રજત પાટીદારને તેના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધા બાદ, RCBએ દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસને કમાન સોંપી. જોકે ગયા વર્ષે મેગા ઓક્શન પહેલા RCB દ્વારા ડુ પ્લેસિસને રિલીઝ કરવામાં આવ્યો હતો અને બાદમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા તેને ખરીદવામાં આવ્યો હતો. તેમના ગયા પછી RCB ને IPL 2025 માટે નવા કેપ્ટનની જરૂર હતી. પરંતુ હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જાહેરાત કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રજત પાટીદારને પોતાનો કેપ્ટન બનાવ્યો છે.
રજત પાટીદારે બેંગલુરુ માટે 3 સિઝન રમી
RCB એ ગુરુવારે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી, જેમાં ટીમ ડિરેક્ટર મો બોબાટ, મુખ્ય કોચ એન્ડી ફ્લાવર અને રજત પાટીદાર હાજર રહ્યા. પાટીદારે 2021 માં ફ્રેન્ચાઇઝીમાં જોડાયા પછી 3 સીઝન રમી છે. આ સમયગાળા દરમિયાન, તે 28 મેચોમાં 158.85 ના સ્ટ્રાઇક રેટથી 799 રન બનાવીને તેમના મુખ્ય બેટ્સમેનોમાંનો એક બન્યો. નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા RCB દ્વારા રિટેન કરાયેલા 3 ખેલાડીઓમાં 31 વર્ષીય પાટીદાર એક હતા.
રજત પાટીદાર RCB ના નવો કેપ્ટન
રજત પાટીદાર IPLમાં પહેલીવાર કેપ્ટનશીપ કરશે. તેમણે 2024-25 સીઝનમાં 20 ઓવરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને 50 ઓવરની વિજય હજારે ટ્રોફીમાં તેમની રાજ્ય ટીમ મધ્યપ્રદેશનું નેતૃત્વ પણ કર્યું.
રજત પાટીદારે ઘરેલુ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, રજત પાટીદારે 9 ઇનિંગ્સમાં 61.14 ની સરેરાશ અને 186.08 ના સ્ટ્રાઇક રેટથી 428 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તે ટુર્નામેન્ટમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. વિજય હજારે ટ્રોફીમાં, પાટીદારે 56.50ની સરેરાશ અને 107.10ના સ્ટ્રાઇક રેટથી 226 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ અભિનંદન પાઠવ્યા
વિરાટ કોહલીએ રજત પાટીદારને કેપ્ટન બનવા બદલ અભિનંદન પાઠવ્યા. કોહલીએ કહ્યું, “રજત, હું અને ટીમના અન્ય સભ્યો તારી પાછળ ઉભા રહીશું, તું આ ફ્રેન્ચાઇઝીમાં જે રીતે ઉછર્યો છે અને જે રીતે તેં પ્રદર્શન કર્યું છે, તેનાથી તેં બધા RCB ચાહકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. તે ખૂબ જ યોગ્ય છે.”
𝐊𝐢𝐧𝐠 𝐊𝐨𝐡𝐥𝐢 𝐀𝐩𝐩𝐫𝐨𝐯𝐞𝐬! 💌
“Myself and the other team members will be right behind you, Rajat”: Virat Kohli
“The way you have grown in this franchise and the way you have performed, you’ve made a place in the hearts of all RCB fans. This is very well deserved.”… pic.twitter.com/dgjDLm8ZCN
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2025
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2025 ટીમ
વિરાટ કોહલી, રજત પાટીદાર, ભુવનેશ્વર કુમાર, લિયામ લિવિંગસ્ટોન, યશ દયાલ, કૃણાલ પંડ્યા, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક દાર સલામ, સુયશ શર્મા, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, નુવાન તુષારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક ચિકારા, લુંગી ન્ગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી
2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. ફાફ ડુ પ્લેસિસના નેતૃત્વમાં ટીમ ચોથા સ્થાને પહોંચી. જોકે, એલિમિનેટર મેચમાં તેઓ રાજસ્થાન રોયલ્સ સામે હારી ગયા અને બહાર થઈ ગયા.
વર્ષોથી RCB ના કેપ્ટનોની સંપૂર્ણ યાદી
રાહુલ દ્રવિડ (2008, 14 મેચ), કેવિન પીટરસન (2009,6 મેચ), અનિલ કુંબલે (2009-10, 35 મેચ), ડેનિયલ વેટ્ટોરી (2011-12, 28 મેચ), શેન વોટસન (2017, 3 મેચ) વિરાટ કોહલી (2011-2023, 143 મેચ), ફાફ ડુ પ્લેસિસ (2022-24, 42 મેચ).
આ પણ વાંચો: ICC એ કરી મોટી જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શિખર ધવનને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી
આ પણ વાંચો: ભારતે ઈંગ્લેન્ડ સામે બીજી સૌથી મોટી જીત નોંધાવી, આ ખેલાડીઓ મેચમાં હીરો બન્યા
આ પણ વાંચો: અર્શદીપ સિંહના રન આઉટ સાથે, ભારતીય ઇનિંગ્સ 356 રનમાં સમેટાઈ
