auto and tech/ EPFO લાવ્યું નવો નિયમ! નોકરી કરતા લોકો માટે જરુરી બન્યું UMANG એપ, સમજીશું UAN બનાવીને એક્ટિવેટ કરવાની પદ્ધતિ!

1  ઑગસ્ટથી કર્મચારી પોતાનું UAN જાતે જ બનાવી શકશે અને એક્ટિવેટ પણ કરી શકશે.

Tech & Auto Trending

AUTO & TECH News: ડિજિટલ ઈન્ડિયાના અભિયાનને વધુ વેગ આપવાની સાથે-સાથે EPFO (Employees’ Provident Fund Organization) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને UAN અર્થાત્ યૂનિવર્સલ એકાઉન્ટ નંબર બનાવવા અને એને એક્ટિવેટ કરવાની પદ્ધતિમાં પરિવર્તન કર્યું છે. 1  ઑગસ્ટથી કર્મચારી પોતાનું UAN જાતે જ બનાવી શકશે અને એક્ટિવેટ પણ કરી શકશે.

ડિજિટલ ઈન્ડિયાના અભિયાનને વધુ વેગ આપવાની સાથે-સાથે EPFO એ એક મોટો નિર્ણય લીધો છે. હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને UAN અર્થાત્ યૂનિવર્સલ એકાઉન્ટ નંબર બનાવવાની અને એને એક્ટિવેટ કરવાની પદ્ધતિમાં બદલાવ કર્યો છે. 1 લી ઑગસ્ટથી કર્મચારી પોતાનું UAN જાતે જ બનાવી શકશે અને એક્ટિવેટ પણ કરી શકશે. એના માટે સરકારી એપ UMANG (Unified Mobile Application for New-age Governance)નો ઉપયોગ કરવાનો રહેશે. આ નિર્ણય લેવાતા પહેલા સુધી, નિયુક્તકર્તા(Employer) અર્થાત્ નોકરી આપનાર વ્યક્તિ આ કાર્ય કરતા હતા. આ પરિવર્તનની જાહેરાત EPFO ના સત્તાવાર સર્ક્યુલરમાં 30 મી જુલાઈના રોજ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ જાહેરાતમાં એ પણ દર્શાવાયું છે કે, હવેથી ફક્ત આંતરરાષ્ટ્રીય કામદારો તથા નેપાલ અને ભૂટાનના નાગરિકો માટે જ, જૂની પદ્ધતિથી નિયુકતકર્તા દ્વારા UAN નંબર બનાવવાનું આવશ્યક રહેશે.

આ UAN શું છે?

UAN અર્થાત્ યૂનિવર્સલ એકાઉન્ટ નંબર 12 આંકડાનો એક યુનિક નંબર હોય છે, એનો અર્થ એ છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા પ્રત્યેક વ્યક્તિને એક અલગ નંબર ફાળવવામાં આવે છે. આ એક એવી કાયમી ઓળખ હોય છે કે, નોકરી બદલવા છતાં પણ એ બદલાતી નથી. એક કર્મચારીના તમામ એકાઉન્ટ નંબર, આ એક જ UAN સાથે જોડાયેલા હોય છે. એવામાં, જ્યારે કોઇ કર્મચારી અન્ય નવી કંપનીમાં કામ શરુ કરે છે તો, આ નવી કંપની દ્વારા મળનારા PF એકાઉન્ટ એ ફાળવવામાં આવેલા UAN સાથે જ લિંક કરી દેવામાં આવે છે, જેથી પોતાના તમામ PF એકાઉન્ટને એક જ સ્થાને સંભાળવાનું દરેક કર્મચારી માટે સંભવ થઇ શકે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, UAN દ્વારા બેલેન્સ જોવું, પાસબુક ડાઉનલોડ કરવી અને એકાઉન્ટમાંથી પૈસા કાઢવાનું સરળ થઇ જાય છે.

UAN બાબતમાં શું પરિવર્તન આવ્યું છે?

હકીકતમાં, હવે કોઈ પણ કર્મચારી જાતે જ પોતાનું UAN બનાવી શકશે ઉપરાંત, અગાઉથી હયાત એવા UAN ને પણ એક્ટિવેટ કરી શકશે. આ માટે UMANG એપનો ઉપયોગ કરવાનો રહેશે. નવી સિસ્ટમમાં હવે FAT અર્થાત્ આધાર આધારિત ‘ફેસ ઑથેન્ટિફિકેશન ટેક્નોલોજી’નો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી UAN બનાવવાની અને એક્ટિવેટ કરવાની પ્રક્રિયા અગાઉ કરતા ઘણી સરળ અને સુરક્ષિત બની ગઇ છે. UAN બનાવવામાં થતી ભૂલોને રોકવા માટે તથા નવા અને અગાઉથી હયાત એવા EPFO સભ્યોના રજિસ્ટ્રેશનનું કાર્ય વિના વિઘ્ને થઇ શકે એ હેતુસર, આ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે.

UAN ના શા ફાયદા છે?

આ નવી સિસ્ટમ ના ઘણા ફાયદા છે. વાસ્તવમાં હવે કોઈ પણ કર્મચારીને UAN બનાવવામાં માટે પોતાના નિયુક્તકર્તા (Employer)નો સંપર્ક કરવો નહિં પડે. આધારની ફેસ વેરિફિકેશન પ્રોસેસનો ઉપયોગ કરવાને કારણે આખી પ્રક્રિયા ઘણી ઝડપી થઇ જશે. એનાથી કર્મચારીઓને EPFO ની સેવાઓ સુધી ત્વરિત પહોંચનો લાભ મળી શકશે, જેમ કે પાસબુક જોવી, KYC અપડેટ કરવું અને ક્લેઇમ જમા કરવો. એટલું જ નહિં પરંતુ, હવે કર્મચારી પોતે જાતે જ પોતાનો ફોટો, સરનામું વગેરે જેવી માહિતીને પણ અપડેટ કરી શકશે.

જો તમે UAN બનાવવા ઈચ્છો છો તો આ સ્ટૅપ્સને અનુસરો:

UMANG અને Aadhaar Face RD App ડાઉનલોડ કરો.

“UAN Allotment and Activation” પર ટૅપ કરો.

પોતાનો આધાર નંબર તથા મોબાઇલ નંબર નાખો.

OTP મોકલો અને Aadhaar Face RD App ની મદદથી ફેસ સ્કૅન કરીને ઑથેન્ટિફિકેશન પ્રક્રિયાને પૂર્ણ કરો.

જો તમારો આધાર નંબર પહેલાથી કોઈ UAN સાથે લિંક થયેલો ન હોય તો, નવો UAN બનશે અને SMS દ્વારા તમને મોકલવામાં આવશે.

અગાઉથી બનેલા UAN ને શી રીતે એક્ટિવેટ કરવું?

UMANG એપમાં “UAN Activation” પર ટૅપ કરો.

પોતાનું UAN, આધાર નંબર અને મોબાઇલ નંબર નાખો.

OTP મોકલો અને ફેસ સ્કૅન કરીને ઓળખ વેરિફાઇ કરો.

એક્ટિવેશન બાદ SMS દ્વારા એક હંગામી પાસવર્ડ મળશે.

એને યુઝ કરીને પોતાનો UAN એકાઉન્ટ એક્ટિવેટ કરી લો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:750 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં ED એ 3 રાજ્યોના 12સ્થળોએ દરોડા પાડ્યા!

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે કહ્યું, 5 વર્ષમાં 10% થી ઓછા કેસ નોંધાયા, ED ગુંડાઓની જેમ કામ ન કરી શકે!

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની અરજી પર સુનાવણી કરશે!