માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય થયુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સૂચના જાહેર થતાં જ હવે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટે 29 જુલાઈએ નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી. ઉપરાંત, માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું હતુ.
રાષ્ટ્રપતિ કોવિંદે નામ બદલવા અંગે જાહેરનામું બહાર પાડ્યા બાદ આ કામ પૂર્ણ થયું હતું. નરેન્દ્ર મોદી સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવા માટે ઇસરોનાં પૂર્વ અધ્યક્ષ કે કસ્તુરીરંગનની અધ્યક્ષતાવાળી સમિતિને જવાબદારી સોંપી હતી. સમિતિએ પહેલા મંત્રાલયનું નામ બદલવાની દરખાસ્ત કરી હતી. વર્ષ 2018 માં, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રનાં અધ્યક્ષ અને કોન્ફ્રેંસ ઓન એકેડેમિક લીડરશિપ ઓન એજ્યુકેશન ફોર રિસર્જેંસની સંયુક્ત સંગઠન સમિતિનાં અધ્યક્ષ, રામ બહાદુર રાયે આ વિચાર આપ્યો હતો.
આ પણ વાંચો- રાહુલ ગાંધી અને તેમની માતાએ ચીન પાસેથી લીધા છે પૈસા : જે.પી.નડ્ડા
જણાવી દઇએ કે, અગાઉ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલય હતું. 1985 માં, તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ તેનું નામ બદલીને HRD મંત્રાલય રાખ્યું હતુ. પીવી નરસિંહ રાવ રાજીવ ગાંધી કેબિનેટમાં પ્રથમ માનવ સંસાધન વિકાસ પ્રધાન બન્યા હતા. બીજી તરફ, નવી શિક્ષણ નીતિનાં અમલીકરણ અંગે વડા પ્રધાનનાં વલણ પછી, શિક્ષણ મંત્રાલયે હવે નીતિને ઝડપથી આગળ વધારવામાં સંપૂર્ણ રીતે વ્યસ્ત થઇ ગયા છે. રાજ્યો સાથે ચર્ચા શરૂ કરી છે. તે ફક્ત ચર્ચા સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ તેના અમલ માટે તમામ રાજ્યો પાસેથી યોજના માંગવામાં આવશે. જો કે, રાજ્યોની સક્રિય ભાગીદારી વિના નીતિનો અમલ કરવો મુશ્કેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.