Maharastha/ આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેને ફેંક્યો પડકાર કહ્યું, રાજીનામું આપો અને ચૂંટણી જીતીને બતાવો

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધુ ઘેરુ બની ગયુ છે. છેલ્લા ચાર દિવસથી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે, બાગીનેતા એવો દાવો કરી રહ્યાછે કે તેમની પાસે બહુમતી ધરાવતા ધારાસભ્ય છે

Top Stories India
1 2 14 આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેને ફેંક્યો પડકાર કહ્યું, રાજીનામું આપો અને ચૂંટણી જીતીને બતાવો

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધુ ઘેરુ બની ગયુ છે. છેલ્લા ચાર દિવસથી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. બાગીનેતા એવો દાવો કરી રહ્યાછે કે તેમની પાસે બહુમતી ધરાવતા ધારાસભ્ય છે. તેમ છતા પણ તેઓ ફ્લોર ટેસ્ટ કરવા માટે મુંબઇ આવી નથી રહ્યા. આજે શીવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ રાષટ્રીય કાર્યકરોની બેઠક બોલાવી હતી. તેમાં અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા. અને બાગી નેતાઓ સામે ઉદ્ધવ ઠાકરે પોતાનો પાવર બતાવ્યો છે. ત્યારે હવે તેમના દિકરા આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેને પડકાર ફેંકતા કહ્યું કે જો તમારામાં તાકાત હોય તો  રાજીનામું આપો અને ચૂંટણી જીતીને બતાવો.

ઉલ્લેખનીય છે કે અસંતુષ્ટ શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે જણાવ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાયક દળમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તે ગૃહમાં તેની સંખ્યા સાબિત કરશે પરંતુ અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે વિલય કરશે નહીં.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે, દીપક કેસરકરે જણાવ્યું કે તેઓ જાણતા નથી કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલે રાત્રે મળ્યા હતા કે નહીં. આ સિવાય તેને એ પણ ખબર નથી કે શિંદે કાલે રાત્રે ક્યાં ગયા હતા.

નોંધનીય છે કે આદિત્ય ઠાકરેનું આ નિવેદનથી રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે આગળની રણનીતી  કેવી રીતે નક્કી થાય છે.