ગુજરાત/ PM મોદીએ રોડ શોમાં ખાસ કેસરી ટોપી પહેરી હતી, હવે તે આકર્ષણ  અને ચર્ચાનું કેન્દ્ર બની છે

વડાપ્રધાન મોદીનો આ રોડ શો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી છે. ભાજપના સભ્ય હિરેન કોટકે જણાવ્યું કે કેપની ડિઝાઈન ખાસ બનાવવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat

લગભગ 10 મહિના બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. તેમના ભવ્ય સ્વાગતમાં લાખો લોકો અમદાવાદના માર્ગો પર પહોંચ્યા હતા. ખુલ્લી જીપમાં સવાર થઈને વડાપ્રધાન મોદી લોકોની વચ્ચે આવ્યા. યુપી સહિત ચાર રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી ગુજરાતમાં જ થઈ રહી છે, તેવો માહોલ સજાવવામાં આવ્યો છે. ફુગ્ગાઓ  લગાવવામાં આવ્યા હતા. અને વડાપ્રધાન મોદી પર હવામાં ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.  જાણે આખું ગુજરાત વડાપ્રધાન મોદીને આવકારવા ઊમટી પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી મોટું આકર્ષણ ભાજપની ભગવા રંગની ટોપી છે.

અત્યાર સુધીના તમામ કાર્યક્રમોમાં મોટાભાગના કાર્યકરો કેસરી સ્કાર્ફ પહેરતા હતા. જો કે, આ વખતે પ્રથમ વખત પીએમના શોમાં કાર્યકરો દ્વારા પહેરવામાં આવેલી કેપ ખૂબ જ આકર્ષિત થઈ હતી. વડાપ્રધાન મોદીનો આ રોડ શો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી છે. ભાજપના સભ્ય હિરેન કોટકે જણાવ્યું કે કેપની ડિઝાઈન ખાસ બનાવવામાં આવી છે. કેપ પર ચિકન એમ્બ્રોઇડરી વર્ક સાથે BJP લખેલું છે. કેસરી ઉપરાંત, ટોપી પર લીલો અને સફેદ રંગ પણ છે, જે ત્રિરંગાનું પ્રતિનિધિત્વ કરે છે.

અન્ય એક કાર્યકર્તાએ આ વિશે જણાવ્યું કે 80થી 90ના દાયકામાં લોકો જનસંઘના કાર્યક્રમોમાં આવી કેપ પહેરતા હતા. જે બાદ હવે આવી ટોપી જોવા મળી છે. કમલમ કાર્યાલય ખાતે સાંજે યોજાનારી રાજ્યની બેઠકમાં ઉપસ્થિત તમામ ભગવા રંગની ટોપી પહેરીને હાજર રહેશે. શક્ય છે ભાજપની ભગવી ટોપી હવે વિધાનસભાની ચૂંટણી સુધી ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકરો અને લોકોએ પહેરવી પડશે.

Photos/ PM મોદીના રોડ શોમાં અમદાવાદે ધારણ કર્યો કેસરિયો, ચાર રાજ્યોની ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર આવ્યા વતન, જુવો ફોટો

Life Management / રાજા જંગલમાં ફસાઈ ગયો, એક પોપટે ડાકુઓને જાણ કરી, બીજાએ રાજાને બચાવ્યો… પછી શું થયું?

આસ્થા / આ ગ્રહ અશુભ ફળ આપે છે, લોહી સંબંધિત રોગ થાય છે, નાની-નાની વાત પર આવે છે ક્રોધ