Bardoli News/ બારડોલી નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 5થી વધુના મોત

Bardoli Highway Maharashtra ST Bus Accident: સુરતના બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી બસો વચ્ચે પ્રચંડ અકસ્માત થયો છે. ટક્કર બાદ CNG બસમાં ભીષણ આગ લાગતા 5થી વધુ મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે.

Top Stories Gujarat Others

Bardoli Highway Maharashtra ST Bus Accident:સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત ગોઝારો અને કંપારી છૂટી જાય તેવો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે. હાઈવે પર પલટી મારી ગયેલા એક ટેન્કરને બચાવવા જતાં આ ડબલ બસ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માત બાદ તુરંત જ સીએનજી (CNG) સંચાલિત બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.

ટેન્કરને બચાવવા જતાં સર્જાયો અકસ્માત 

પ્રાપ્ત વિગતો અનુસાર, બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર સૌપ્રથમ એક ટેન્કર અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે પલટી મારી ગયું હતું. આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે ધડાકો ન થાય તે માટે પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી એસ.ટી. બસના ડ્રાઇવરે બસને બચાવવા માટે સ્ટેયરિંગ પર જોરદાર કાપો માર્યો હતો. જો કે, પૂરપાટ ઝડપે દોડતી આ બસે કાબૂ ગુમાવી દીધો હતો અને તે સીધી ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ (સામેના ટ્રેક) પર ધસી ગઈ હતી. બરાબર એ જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ અન્ય એક સરકારી એસ.ટી. બસ સાથે તેની સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી.

CNG ગેસના કારણે બસ બની ગઈ ‘આગનો ગોળો’

આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ અને ઘાતકી હતી કે બંને બસોના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને એક બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતગ્રસ્ત બસો પૈકીની એક બસ સીએનજી (CNG) સંચાલિત હોવાના કારણે ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ ગેસ લીકેજને લીધે તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગની જ્વાળાઓએ આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી. બસની અંદર ફસાયેલા મુસાફરોમાં જીવ બચાવવા માટે ચીસાચીસ, બૂમાબૂમ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક મુસાફરો બારીઓ તોડીને બહાર કૂદ્યા હોવાના પણ અહેવાલ છે.

Bardoli : ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે

આ ભયાનક હોનારતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં બારડોલી પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કાળઝાળ મોત થયા છે,


આ પણ વાંચો: સુરત વસ્તાદેવડી રોડ પર અકસ્માત, BCA વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ મોત

આ પણ વાંચો: સુરતમાં સો. મીડિયા ઈન્ફ્લુએન્સરનો અકસ્માત

આ પણ વાંચો: સુરતમાં અકસ્માત : કતારગામમાં ‘રોંગ સાઇડ રાજુ’એ હીરા કારખાનેદારનો ભોગ લીધો