World News/ શું અમર થવા માંગે છે વ્લાદિમીર પુતિન? પુતિન અને શી જિનપિંગની લીક થયેલી વાતચીતથી ખુલાસો

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના(Putin) નિર્દેશ પર રશિયા 26 અબજ ડોલરના ખર્ચે સિક્રેટ લેબમાં એન્ટી-એજિંગ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. જીન થેરાપી અને પુતિન-જિનપિંગની લીક થયેલી વાતચીત પર વાંચો અહેવાલ.

international Top Stories World
Putin

Putin Anti Aging Project 2026: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 74 વર્ષની ઉંમરે પણ એટલા ફિટ છે કે સોશિયલ મીડિયા પર તેમની ફિટનેસ અને ગ્લોઇંગ સ્કિન હંમેશા ચર્ચાનો વિષય બને છે. પુતિન પોતે દઢપણે માને છે કે આધુનિક વિજ્ઞાનની મદદથી માણસ અમરત્વ અથવા ખૂબ લાંબુ આયુષ્ય મેળવી શકે છે. પોતાના આ સપનાને હકીકત બનાવવા રશિયન સરકાર અત્યારે એક અત્યંત ગુપ્ત અને હાઈ-ટેક એન્ટી-એજિંગ (Anti-Aging) પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જો આ મિશન સફળ થશે, તો માણસ પોતાના નબળા કે ઘરડા થયેલા અંગોને લેબમાં બનેલા નવા અંગો સાથે ટ્રાન્સપ્લાન્ટ કરાવીને હંમેશા યુવાન રહી શકશે.

putin

શું છે ‘ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેક્નોલોજીસ’ મિશન?

વધતી ઉંમરની પ્રક્રિયાને રોકવા અથવા ધીમી કરવા માટે પુતિને(Putin) 26 અબજ ડોલર (આશરે ₹2.47 લાખ કરોડ) ના વિશાળ બજેટ સાથે આ સરકારી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. રશિયાનો દાવો છે કે આ મિશન દ્વારા આ દાયકાના અંત સુધીમાં અંદાજે 1.75 લાખ લોકોના જીવ બચાવી શકાશે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ ના અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ હેઠળ રશિયાની સિક્રેટ લેબ્સમાં મુખ્યત્વે આ 4 ક્રાંતિકારી ટેક્નોલોજી પર સંશોધન ચાલી રહ્યું છે:

જીન થેરાપી (Gene Therapy): માણસના DNA અથવા જીન્સની અંદર લેબોરેટરીમાં ફેરફાર કરીને ઘડપણ આવતું અટકાવવાનો પ્રયાસ.

3D બાયોપ્રિન્ટિંગ (3D Bioprinting): કુદરતી જીવંત કોષો (Live Cells) ની મદદથી શરીરના આખેઆખા અંગો અને ટિશ્યુનું લેબમાં આબેહૂબ પ્રિન્ટિંગ કરવું.

પેપ્ટાઈડ થેરાપી (Peptide Therapy): શરીરના કોષોને હંમેશા એક્ટિવ રાખવા માટે પ્રોટીન જેવા સિન્થેટિક કમ્પાઉન્ડનો ઉપયોગ કરવો.

ક્રાયો થેરાપી (Cryotherapy): માનવ શરીરને થોડા સમય માટે માઈનસ ડિગ્રી જેવા અત્યંત ઠંડા તાપમાનમાં લોક કરીને કોલ્ડ થેરાપી આપવી.

putin

Putin અને શી જિનપિંગની ગુપ્ત વાતચીત થઈ ગઈ લીક!

સપ્ટેમ્બર 2025 માં ચીનમાં યોજાયેલી વિક્ટરી ડે પરેડ દરમિયાન વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની એક અત્યંત ખાનગી વાતચીત ત્યાં ચાલુ રહી ગયેલા માઇક (Hot Mic) માં રેકોર્ડ થઈ ગઈ હતી. પુતિને(Putin) ટ્રાન્સલેટર દ્વારા જિનપિંગને કહ્યું હતું કે, “ટેક્નોલોજીમાં જે ઝડપે પ્રગતિ થઈ રહી છે, તે જોતા માણસ પોતાના અંગો સતત બદલીને લાંબા સમય સુધી જીવી શકે છે. લોકો ફરીથી યુવાન થઈ શકે છે અથવા અમર પણ બની શકે છે.”

ત્યારે જિનપિંગે હસીને જવાબ આપ્યો હતો કે, “એવો અંદાજ છે કે, આ સદીના અંત સુધીમાં ભવિષ્યમાં લોકો 150 વર્ષ સુધી આસાનીથી જીવતા રહી શકશે.” આ રસપ્રદ વાતચીત વખતે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ ત્યાં જ હાજર હતા અને બંને વૈશ્વિક નેતાઓને હસતા હસતા જોઈ રહ્યા હતા.

putin

ઘડપણ સામેની ‘વેક્સિન’ બનાવવાનો દાવો

દુનિયામાં જે રીતે સિલિકોન વેલીના અબજોપતિઓ જેફ બેઝોસ અને સેમ ઓલ્ટમેન એન્ટી-એજિંગ રિસર્ચમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે, તેમ જ રશિયા પણ આ રેસમાં સૌથી આગળ નીકળવા માંગે છે. એપ્રિલ 2026 માં રશિયાની સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી કે તેમના વૈષજ્ઞાનિકો એક એવી જીન-થેરાપી (બુઢાપા વિરોધી રસી-Putin) વિકસાવી રહ્યા છે, જે હ્યુમન સેલ્સની ઉંમર વધવાની પ્રક્રિયાને અટકાવી દેશે. રશિયાના નાયબ વિજ્ઞાન મંત્રી ડેનિસ સેકિરિન્સ્કીએ 23 એપ્રિલના રોજ દાવો કર્યો હતો કે, આ દવા માનવ ઇતિહાસમાં ઘડપણ સામેની લડાઈમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.


આ પણ વાંચો : ઇરાનની ધમકી બાદ ટ્રમ્પ એક્શનમાં, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવા યુદ્ધવિરામની જાહેરાત

આ પણ વાંચો : રશિયાએ યુક્રેન પર વરસાવી મિસાઈલો, જીવ બચાવવા હજારો લોકો સબવે સ્ટેશનમાં ભરાયા

આ પણ વાંચો :આફ્રિકામાં ઇબોલા વાયરસનો આઉટબ્રેક, સંક્રમિતોની સંખ્યા 320ને પાર થતાં WHO એલર્ટ