Ahmedabad News/ અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો

AMC એક તરફ પ્રિ-મોન્સૂન (Pre Monsoon) કામગીરી પૂર્ણ થયાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી સ્થિતિ તંત્રના દાવાઓ સામે અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે

Gujarat Ahmedabad
અમદાવાદમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં પડેલા વરસાદે જ શહેરની પ્રિ-મોન્સૂન (Pre Monsoon) તૈયારીઓની વાસ્તવિકતા સામે લાવી દીધી છે

Ahmedabad News : અમદાવાદમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં પડેલા વરસાદે જ શહેરની પ્રિ-મોન્સૂન (Pre Monsoon) તૈયારીઓની વાસ્તવિકતા સામે લાવી દીધી છે. AMC દ્વારા શહેરને વરસાદી સિઝન માટે સંપૂર્ણ તૈયાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સામાન્ય વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિકજામ અને રોડ ધસી પડવાની ઘટનાઓ સામે આવી છે.

ગઈકાલે પડેલા વરસાદ બાદ પીપળજ, નારોલ, રામોલ અને કોઝી હોટેલ વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

આ મામલે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે પ્રથમ વરસાદ દરમિયાન કચરો ડ્રેનેજ સિસ્ટમમાં ન જાય તે માટે કેચપિટ પર પ્લાસ્ટિક કવર લગાવવામાં આવ્યા હતા, જેને વરસાદ બાદ રાત્રે જ દૂર કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે એક સ્થળે રોડ બેસી જવાની ઘટના બની હતી, જ્યાં તાત્કાલિક બેરિકેટિંગ કરીને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આ પ્રકારની ઘટના પાછળના કારણોની તપાસ પણ કરવામાં આવશે.

જોકે, AMC એક તરફ પ્રિ-મોન્સૂન (Pre Monsoon) કામગીરી પૂર્ણ થયાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી સ્થિતિ તંત્રના દાવાઓ સામે અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. સામાન્ય વરસાદમાં જ જો આવી સ્થિતિ સર્જાય છે તો ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે તે અંગે નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં સામે આવેલા દૃશ્યો હવે AMCની તૈયારીઓ અને કામગીરીની અસરકારકતા અંગે ચર્ચાનો વિષય બન્યા છે. આગામી દિવસોમાં ચોમાસું વધુ સક્રિય બનશે ત્યારે તંત્ર માટે પડકારો વધવાની શક્યતા છે.


આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી

આ પણ વાંચો : ગુજરાતમાં પ્રિ-મોન્સૂન તૈયારી તેજ,સરકાર એલર્ટ

આ પણ વાંચો : ભાવનગરમાં મોડીરાત્રે ભારે વરસાદ અનેક વિસ્તારોમાં સતત બે કલાકથી વરસાદ ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ અંદાજે 3 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં